El Nino Is Dying, Monsoon May Strong in Coming Weeks
  • Home
  • Featured
  • ચોમાસાને લઇ સૌથી મોટા સમાચાર, વરસાદની સિસ્ટમને નબળી પાડનાર અલ નીનો ખત્મ!

ચોમાસાને લઇ સૌથી મોટા સમાચાર, વરસાદની સિસ્ટમને નબળી પાડનાર અલ નીનો ખત્મ!

 | 8:35 am IST

અત્યાર સુધી મંદ પડેલું ચોમાસું હવે સંપૂર્ણપણે સક્રિય બની રહ્યું છે. ચોમાસાની ચાતક નજરે રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર છે. અમેરિકી તથા ભારતીય હવામાન એજન્સીના જણાવ્યાનુસાર આગામી બેથી ત્રણ દિવસ અલ નિનોની અસર પૂરી રીતે ખતમ થતા સારા એવા પ્રમાણમાં વરસાદ પડશે. ભારતીય હવામાન વિજ્ઞા।ન વિભાગમાં ચોમાસા પૂર્વાનુમાનના પ્રમુખ ડી શિવાનંદ પઈએ જણાવ્યું કે ચોમાસા માટે આ સારી ખબર છે. પૂર્વી અને કેન્દ્રીય વિષુવર્તીય પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં અનિયમિતતાને કારણે પેદા થયેલી અસરને અલ નિનો કહેવાય છે જે ભારતીય ચોમાસાને નબળી પાડે છે અલ નિનોને કારણે જ 33 ટકા વરસાદની ઘટ પડી છે.

પૂર્વ અને કેન્દ્રીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં અનિયમિતતાના લીધે ઉભી થયેલી ઇફેકટને અલ નીનો કહેવાય છે, જે સામાન્ય રીતે ભારતીય ચોમાસાને નબળું પાડે છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ એ કહ્યું કે કદાચ જૂનમાં મોનસુન પર અલ નીનોની અસર પડી છે તેના લીધે 33 ટકા વરસાદની ખાધ પડી છે.

ક્લાઇમેટ પ્રેડિક્શન સેન્ટર અને અમેરિકાની અન્ય બીજી નેશનલ એજન્સીઓએ જાહેર કરેલા લેટસ્ટ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં ચોમાસુ વધુ સારું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકન મોસમ એજન્સીઓનું કહેવું છે કે એક અથવા બે મહિનામાં અલ નીનો ખતમ થઇ જશે.

સીઝનના બાકી બચેલા સમયમાં મોનસુનને લઇ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લાં એક મહિનામાં અલ નીનોની અસર ખૂબ જ ઓછી થઇ ગઇ છે અને આવનારા એક કે બે મહિનામાં તેની અસર સંપૂર્ણપણે ખત્મ થવાની શકયતા છે. અમેરિકાની એજન્સીએ તાજેતરના અપડેટમાં આ માહિતી આપી છે.

ગયા મહિના સુધી નબળા અલનીનોની ધારણા વ્યકત કરાઇ હતી જે આખી મોનસુન સીઝન સુધી (સપ્ટેમ્બરના અંત સુધી) અને ત્યારબાદ પણ ચાલુ રહેશે. જો કે કલાઇમેટ પ્રેડિક્શન સેન્ટર અને અમેરિકાની બીજી નેશનલ એજન્સીઓએ આ અંગે તાજા અપડેટ રજૂ કર્યા છે. તેમના મતે ગયા મહિને અલ નીનોની અસર નાટકીય રીતે નબળી થઇ છે. અપડેટમાં કહ્યું છે કે આવતા એક કે બે મહિનામાં અલી નોનીથી ENSO-ન્યુટ્રલમાં સંક્રમણની આશા છે.

અલ નીનો શું છે?
દર બે અને છ વર્ષમાં પૂર્વ અને કેન્દ્રીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન અસમાન્ય રીતે વધી જાય છે. આથી હવાની દિશા અને ગતિ બદલાઇ જાય છે, જેની દુનિયાના તમામ ભાગમાં હવામાન પર અસર પડે છે.

આ વીડિયો પણ જુઓ – ચંદ્રયાન 2 લોન્ચિંગની તૈયારીઓ અંતિમ તબક્કામાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન