Elder Brother attack on younger brother for Money, Vastral Ahmedabad
  • Home
  • Ahmedabad
  • નાનાભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોટાભાઈએ આંતરડા બહાર કાઢ્યા, કારણ ચોંકાવનારું

નાનાભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોટાભાઈએ આંતરડા બહાર કાઢ્યા, કારણ ચોંકાવનારું

 | 7:27 pm IST

ઉત્તરાયણના તહેવાર વચ્ચે રાજ્યભરમાંથી અકસ્માતોની ઘટના એક પછી એક સામે આવી રહી છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં ગઈકાલે અકસ્માત દરમિયાન બે યુવાનોના મોત નીપજ્યાં હતા. ત્યારે હવે અમદાવાદ શહેરથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મંગળવારે મોડીરાત્રે મારમારીની ઘટના બની હતી. જેમાં મોટાભાઈ દ્વારા નાનાભાઈ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ સોમનાથ સોસાયટીમાં રહેતા અને કામધંધો ના કરતા એવા સગા મોટાભાઈએ આ જ વિસ્તારમાં મહાદેવ એવન્યુમાં રહેતા નાનાભાઈ પાસે ઘરે આવીને રૂપિયાની માગણી કરી હતી. પરંતુ નાનાભાઈએ રૂપિયા આપવાની ના પાડતા મોટાભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

તીક્ષ્ણ હથિયાર વડે પર હુમલો થતા નાનાભાઈના આંતરડા બહાર આવી ગયા હતા. ઘટના બાદ નાનાભાઈને વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ તેને બચાવવા તાકીદે ઓપરેશન હાથ ધર્યું હતું. ઉત્તરાયણના પર્વે રાતે હિચકારો હુમલો થતા પરિજનો સાથે વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી છે. જ્યારે રામોલ પોલીસને ઘટનાની જાણ થતા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ: કલોલના નાસ્મેદમાં સ્કીલ ઈન્ડિયાનું સંકુલ બનાવાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન