Elderly 'Uncle' Flipping a Bottle to Cheer up Protesters in Hong Kong
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્ટેશન નજીક વિરોધ કરી રહેલા લોકો વચ્ચે આ કાકાએ કરી એવી કમાલ કે બધા નાચવા લાગ્યા

સ્ટેશન નજીક વિરોધ કરી રહેલા લોકો વચ્ચે આ કાકાએ કરી એવી કમાલ કે બધા નાચવા લાગ્યા

 | 11:50 pm IST

સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો તમને આશ્ચર્યમાં મૂકી દેતા હયો છે. તાજેતરમાં એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિએ લોકોનું ધ્યાન આકર્ષિત કરી દિલ જીતી લીધા.

હવે આ વીડિયોના માધ્યમ કાકાએ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે. આ વીડિયો હોંગકોંગનો છે જ્યાં અઠવાડિયા પહેલા માસ ટ્રાન્સિટ રેલવે(MTR) સ્ટેશન નજીક લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી. આ દરમિયાન સ્ટેશન પર હાજર એક કાકાએ બોટલને અનોખી રીતે ફ્લિપ કરીને ત્યાં હાજર લોકોનું ધ્યાન આકર્ષિક કર્યું હતું. બોટલને અનોખી રીતે ફ્લિપ કરવાની આ સ્ટાઇલને જોઈ ત્યાં હાજર લોકો ઘણા ખુશ થયા હતા અને કેટલાક લોકો તો નાચવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ MTR સ્ટેશન પર લોકો કોઈ કારણસર વિરોધ કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા સ્ટેશન પર કેટલાક વિરોધીએ તોડફોડ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન