Elderly woman lets toddler fall to the floor while saving glass Viral video
  • Home
  • Featured
  • VIDEO: આ દાદી પર લોકોએ ખરાબ રીતે ફિટકાર વરસાવ્યો, ગ્લાસ માટે પૌત્રને પડતો મૂકી દીધો!

VIDEO: આ દાદી પર લોકોએ ખરાબ રીતે ફિટકાર વરસાવ્યો, ગ્લાસ માટે પૌત્રને પડતો મૂકી દીધો!

 | 6:30 pm IST

હાલમાં એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક વૃદ્ધ મહિલા અને તેના પૌત્ર વચ્ચેની વાત કરવામાં આવી રહી છે. આ વીડિયો જોઈને વૃદ્ધ મહિલા પર લોકોએ ફિટકાર વરસાવ્યો છે અને વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે એક મહિલા તેના પૌત્ર સાથે ટેબલ પર બેઠી છે અને બાળકને રમાડી રહી છે.

સાથે જ ટેબલ પર એક કાચનો ગ્લાસ પણ પડેલો દેખાઈ રહ્યો છે. કે જેમાં વાઈન કે પછી કોઈ બીજું પીણુ પણ ભરેલું છે. બને છે એવું કે બાળકનો હાથ ગ્લાસને અડે છે અને ગ્લાસ નીચે પડી જ જવાનો હતો. પરંતુ મહિલાએ બાળકને મુકી દીધું અને ગ્લાસને પકડી લીધો. હવે લોકો આ વીડિયો જોઈને મહિલાને ખરી ખોટી સંભળાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું મહિલા માટે એના પૌત્ર કરતાં વધારે કિંમતી એની ગ્લાસ હતો? અહીં જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન