Election Commission Bans Navjot Singh Sidhu for 72 hours for Lok Sabha Election
  • Home
  • Election 2019
  • નવજોત સિંહ સિદ્ધુ પર ચૂંટણી પંચની લાલ આંખ, પ્રચાર પર લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ

નવજોત સિંહ સિદ્ધુ પર ચૂંટણી પંચની લાલ આંખ, પ્રચાર પર લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ

 | 11:23 pm IST

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પ્રચાર કરવા, ઈન્ટરવ્યૂ અથવા કોઈ પણ રીતે ચૂંટણી ગતિવિધીઓ કરવા પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 23મી એપ્રિલ સવારે 10 વાગ્યાથી અમલમાં આવશે. આ સાથે સિદ્ધુ આગામી 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.

તેમને જણાવી દઈએ કે 16મી એપ્રિલે બિહારના કટિહારની બારસોઈ અને બરાડી વિધાનસભામાં કોંગેસ ઉમેદવારના સમર્થનમાં એક સભાને સંબોધિત કરતા સમયે આપવામાં આવેલા નિવેદનને લઈને ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. સિદ્ધુએ મુસ્લિમ સમુદાયથી સંયુક્ત રહી કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ ભાજપે સિદ્ધુ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

જનસભાને સંબોધન આપતા નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને કહ્યું હતું કે હું મારા મુસ્લિમ ભાઇઓને એક વાત કહેવા આવ્યો છું કે તમે અહીં લધુમતીમાં છો પરંતુ તમારી સંખ્યા વધારે છે. તમારામાં એકતા હશે તો ઉમેદવાર તારિક અનવરને કોઈ નહી હરાવી શકે. આ રેલીમાં સિદ્ધુએ કહ્યું હતું કે અહીં જ્ઞાતીઓમાં ભાગલા પાડવાનું રાજકારણ થઈ રહ્યું છે.

આ સિવાય તેમને પૂર્ણિયાની એક જનસભાને સંબોધતા મુસ્લિમોને અલગ કરવાનો ડર બતાવી એક રહેવા અને કોંગ્રેસ ઉમેદવારને વોટ કરવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે સિદ્ધુના આ નિવેદનોની તપાસ કરી તેમને નોટિસ પાઠવી હતી અને હવે 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન