Election Commission notice to 89 candidates contesting 19 seats in Lok Sabha
  • Home
  • Ahmedabad
  • ગુજરાતની 26 સીટોમાંથી 19 બેઠકો પર ચૂંટણી લડતા 89 ઉમેદવારો ફસાયા, ECએ મોકલી નોટિસ

ગુજરાતની 26 સીટોમાંથી 19 બેઠકો પર ચૂંટણી લડતા 89 ઉમેદવારો ફસાયા, ECએ મોકલી નોટિસ

 | 7:50 am IST

લોકસભાની ૨૬ પૈકી ૧૯ બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા ૮૯ ઉમદેવારોએ પહેલા તબક્કાનો ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી અધિકારીઓ સમક્ષ જમા કરાવ્યો નથી. આથી, ચૂંટણી પંચે આ તમામને નોટિસ આપીને ખર્ચનુ વિવરણ જાહેર કરવા આદેશ આપ્યો છે.

ગુજરાતમાં કચ્છ, અમદાવાદ પૂર્વ, ભાવનગર, આણંદ, બારોડલી, સુરત અને વલસાડ એમ કુલ સાત લોકસભા મતક્ષેત્રોમાં ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ પહેલા તબક્કામાં ખર્ચનો હિસાબ સબમિટ કર્યો છે. જ્યારે બાકીના મતક્ષેત્રોમાં આ પ્રકારનો હિસાબ રજૂ કરવામાં ઉમેદવારો પાછીપાની કરી રહ્યા છે.

રાજ્યની ૨૬ બેઠકો ઉપર ભાજપ- કોંગ્રેસ ઉપરાંત અન્ય નાના પક્ષો અને અપક્ષો મળીને કુલ ૩૭૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મદદનીશ ચૂંટણી અધિકારી પી.ભારતીના કહેવા મુજબ બીજા તબક્કામાં ૨૬ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની વિગતો આપી નથી.

ટેકો આપી ખસી ગયેલા અપક્ષોએ વિગતો ટાળી

જે ઉમેદવારોએ ખર્ચની વિગતો આપી નથી તેમાં મોટાભાગના એવા અપક્ષો છે કે જેમણે ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કરીને ચૂંટણીમાંથી ખસી ગયા હોય. જો કે, આવા ઉમેદવારો પણ ચૂંટણીમાં સ્પર્ધામાં હોવાથી તેમને હિસાબ આપવો ફરજિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન