ચૂંટણીપંચે કર્યું આ કામ, 14મી વિધાનસભાની રચના માટે થયો માર્ગ મોકળો - Sandesh
NIFTY 10,578.40 +29.70  |  SENSEX 34,507.39 +112.33  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ચૂંટણીપંચે કર્યું આ કામ, 14મી વિધાનસભાની રચના માટે થયો માર્ગ મોકળો

ચૂંટણીપંચે કર્યું આ કામ, 14મી વિધાનસભાની રચના માટે થયો માર્ગ મોકળો

 | 2:33 pm IST

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોની યાદી ચૂંટણીપંચે રાજ્યપાલને સુપરત કરી છે. એ સાથે જ 14મી વિધાનસભાની રચના અને શપથવિધિનો માર્ગ મોકળો થયો છે. હવે ટૂંક સમયમાં જ રાજ્યપાલ દ્વારા શપથ વિધિ હાથ ધરવામાં આવશે.

વિધાનસભા 2017માં વિજેતા થયેલા  182 MLAની યાદી રાજ્યપાલને સુપરત કરી તે પ્રસંગે કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. યાદીને મંજૂરી મળ્યા બાદ તેને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ટૂંક સમયમાં વિધાનસભાનું પેહલું સત્ર બોલાવવામાં આવશે. આ ટૂંકા સત્રમાં ધારાસભ્ય તરીકે માહિતીની ગુપ્તતા અને કાર્યનિષ્ઠાના સોગંદ લેવડાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં હવે ચૂંટણી પંચે પોતાની કામગીરી પૂરી કરતાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને સુપરત કરી છે. ભાજપ દ્વારા આજે શુક્રવારે બપોરે સાડાત્રણ વાગે કમલમ્ ખાતે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળનારી છે. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીની વરણી કરવામાં આવશે. આ પ્રસંગે અરુણ જેટલી અને નિરિક્ષક સરોજ પાંડે દિલ્હીથી ખાસ આવવાના છે. હાલની સ્થિતિએ ભાજપમાં મુખ્યમંત્રીની રેસમાં વિજય રુપાણી સૌથી આગળ છે. જો કે અન્ય નામો પણ ચર્ચામાં છે. જોવાનું એ રહે છે કે કોના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવે છે.