Election Commission views sought on PM Kisan Samman Nidhi
  • Home
  • Election 2019
  • PM મોદીની મહત્વાકાંક્ષી પર મુકાશે પ્રતિબંધ? કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ પાસે સલાહ માગી

PM મોદીની મહત્વાકાંક્ષી પર મુકાશે પ્રતિબંધ? કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ પાસે સલાહ માગી

 | 10:52 pm IST

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા પછી પીએમ કિસાન યોજનાની ગતિ સુસ્ત થઈ ગઈ છે. આ યોજના લાગુ કરવાના સંબંધમાં બિનભાજપી રાજ્યોએ ચૂંટણી આચારસંહિતાનું કારણ ધરીને આ મુદ્દે ચૂંટણી પંચની સલાહ લેવા માટે કહ્યું હતું. આવામાં કેન્દ્ર સરકારે આ મુદ્દે પંચની સલાહ માગી છે. કેન્દ્રએ રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતોનાં નામોને સામેલ કરવા માટે સલાહ માગી છે. આ યોજના હેઠળ આ ખેડૂતો એક વર્ષ દરમિયાન ત્રણ હપતામાં રૂ. 6,000 મળશે.

ભાજપ શાસિત રાજ્યોને છોડીને કેટલીક અન્ય પાર્ટી શાસિત રાજ્યોએ થોડાક નામ અથવા ખેડૂતોનાં નામોની યાદી મોકલી જ નથી. રાજ્યો ઇચ્છે છે કે ચૂંટણીની તારીખોની જાહેરાત પછી આ યોજના સંબંધે ચૂંટણી પંચની સલાહ લેવામાં આવે. હવે જો બિનભાજપ શાસિત રાજ્યો જેવાં કે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે મોટી રાહ જોવી પડશે, જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતો બહુ જલદી એપ્રિલમાં રૂ. 2,000નો બીજો હપતો માટે હકદાર બનશે.

65 ટકાથી પણ વધુ ખેડૂતો ભાજપ શાસિત રાજ્યોમાં

આ યોજના હેઠળ પહેલો હપતાનો લાભ મેળવનારાઓમાં 65 ટકાથી પણ વધુ ખેડૂતો ભાજપ શાસિત રાજ્યોમાં છે, જ્યારે કેટલાક ખેડૂતો પંજાબ અને અન્ય દક્ષિણ રાજ્યોથી સંબંધિત છે. સરકાર આ મુદ્દે ચૂંટણી પંચના જવાબની રાહ જોઈ રહી છે.

2.76 કરોડ ખેડૂતોને પહેલો હપતો મળી ગયો

કૃષિ સચિવ સંજય અગ્રવાલે આ મુદ્દે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે આ યોજના હેઠળ આપવામાં આવેલા ફંડનું વિવરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે અમને 4.76 કરોડ ખેડૂતોનો ડેટા મળ્યો હતો, જેમાં પહેલા તબક્કામાં ચાર કરોડ ખેડૂતોથી સંકળાયેલી માહિતીની પુષ્ટિ કરવામાં આવી હતી. એમાંથી 2.76 કરોડ ખેડૂતોને રૂ. 2,000નો હપતો મળી ચૂક્યો છે. જોકે ચૂંટણી આચાર સંહિતા લાગુ પડવાને કારણે આ યોજનાની ગતિ સુસ્ત પડી ગઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન