ચૂંટણીના માહોલમાં વણઉકલ્યા પાયાના સવાલ - Sandesh
  • Home
  • Columnist
  • ચૂંટણીના માહોલમાં વણઉકલ્યા પાયાના સવાલ

ચૂંટણીના માહોલમાં વણઉકલ્યા પાયાના સવાલ

 | 1:19 am IST

વિચાર સેતૂ :-  વિનીત નારાયણ

૨૦૧૯ની ચૂંટણીનાં પડઘમ વાગવા શરૂ થઈ ગયાં છે, જ્યાં એક તરફ ભાજપ ભવિષ્યનાં જોખમને જોતાં નારાજ સાથીઓને મનાવવામાં મંડી પડયો છે, તો બીજી તરફ વિપક્ષો બીજા સાથે તાલમેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને પક્ષો તરફથી સોશિયલ મીડિયા પર મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચાલુ છે, જ્યાં ભાજપના સોશિયલ મીડિયા દેશવાસીઓને મુસલમાનનો ડર દેખાડવામાં મંડી પડયા છે, જ્યાં વિપક્ષી મીડિયા, જે અત્યારે ઓછું આક્રમક છે તે મોદીજીના ૨૦૧૪નાં ચૂંટણીવચનો પૂરાં ન થવાની યાદ અપાવતાં રહે છે. આ યુદ્ધના માહોલમાં પાયાના સવાલ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. લોકતંત્રમાં મતદારોની સંખ્યા ખૂબ જ મહત્ત્વની હોય છે. એ દૃષ્ટિએ મુસલમાનોની વધતી શક્તિનો ડર સરળતાથી હિંદુઓને દેખાડીને તેમના મત અંકે કરી શકાય છે પણ સામાન્ય પ્રજાની જિંદગીમાં ધર્મથી વધુ રોજીરોટી, શિક્ષણ, મકાન, સ્વાસ્થ્ય અને સુરક્ષાનું મહત્ત્વ વધુ હોય છે. ધર્મની યાદ તો તેને પેટ ભરાય પછી જ આવે છે. છેલ્લાં ૪ વર્ષની એનડીએ સરકારના દાવાઓની વિપરીત આ તમામ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રીની યોજનાઓના લાભ સામાન્ય પ્રજા સુધી પહોંચ્યા નથી, તેથી સમાજમાં ભારે હતાશા છે. મોટાભગાના મધ્યમ કદના ઉદ્યોગ-ધંધા ચોપટ છે. રિયલ એસ્ટેટનો ધંધો પણ મંદીમાં છે. બેરોજગારી મહત્તમ છે. સામાન્ય પ્રજામાં ભારે નિરાશા છે. મીડિયા અને સરકારી પ્રચારતંત્ર સરકારની ઉપલબ્ધિઓના કેટલાય દાવા કેમ ન કરે પરંતુ વાસ્તવમાં કશું દેખાતું નથી. આ ભાજપ માટે સારા સંકેત નથી અને હવે એટલું મોડું થઈ ગયું છે કે રાતોરાત કંઈ નવું લાવી શકાય એમ નથી. આ જ કારણ છે કે ભાજપને ઘસાયેલા જૂના મુદ્દા જ દોહરાવવા પડી રહ્યા છે, પછી તે ચાહે તો અલ્પસંખ્યકોથી જોખમ દેખાડી હિંદુ મતને પડકવાનો પ્રયાસ હોય કે રાજનૈતિક વિપક્ષો પર સીબીઆઈનો પંજો કસીને તેમની સંભવિત એકતાને રોકવાનો પ્રયાસ હોય કે પાકિસ્તાન સાથે કાશ્મીરના મુદ્દા પર યુદ્ધની ઝલક દેખાડી દેશભક્તિનાં નામે દેશને એક કરવાનો પ્રયાસ હોય પણ આ તમામ ચૂંટણી કાવાદાવા સાથે સામાન્ય મતદાતાઓની સમસ્યાઓને કોઈ સંબંધ નથી. આ તમામ લોકોને હવે ભટકાવી દે એવા મુદ્દા લાગે છે. તેમના અસલી મુદ્દાની કોઈ વાત કરતું નથી. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મોદીજીએ દરેક વર્ગ અને વયના મતદાતાઓનાં મનમાં આશા જગાવી હતી જે તેઓ પૂરી કરી શક્યા નથી, તેથી એમ લાગે છે કે આ ચૂંટણી હથકંડે કદાચ આ ચૂંટણીમાં કામ નહીં લાગે.  બીજી તરફ વિભિન્ન વિચારધારાઓ અને ભારતના વિભિન્ન પ્રાંતોના રાજનેતા છે, જે કર્ણાટકની સફળતાથી વધુ ઉત્સાહિત છે. જે ફક્ત એકબીજા સાથે એકતાની વાત કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓની સંગઠિત સેના સાથે વૈચારિક સ્તર પર પહોંચી વળવા માટે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ નકશો દેખાતો નથી, જેનાથી એ વાતની સંભાવના રહે છે કે એક થઈને પણ આ વિભિન્ન રાજનૈતિક પક્ષો, જનતાનો પ્રેમ મળે એવા મુદ્દા ઉઠાવી શકશે નહીં. એ સંજોગોમાં એ સ્પષ્ટ છે કે આગામી ચૂંટણીમાં લડાઈ પાયાના મુદ્દાઓ પર નહીં પણ ઉપરછલ્લા મુદ્દાઓથી લડાશે. જે જીતશે તે ફરી સરકાર એ જ રીતે ચલાવશે, જેવી આજ સુધી ચાલતી આવી છે. આ રીતે તો કશું બદલાઈ શકે નહીં. દેશની ગાડી ૧૯૪૭થી જે રીતે ચાલે છે તે જ રીતે આગળ વધતી રહેશે. આજે વિકાસનાં નામ પર ખોટી યોજનાઓની પરિકલ્પના, ભ્રષ્ટ નોકરશાહીને બેફામ અધિકાર, નીચલા સ્તરે ખૂબ ભ્રષ્ટાચારે વિકાસની કમર તોડી નાખી છે. હવે ચૂંટણીમાં કોઈ પણ જીતે પરંતુ કોઈ ફેરફાર થવાનો નથી, જ્યારે સાંસદોની આટલી મોટી સંખ્યા લઈને દમદાર નેતા નરેન્દ્રભાઈ મોદી ચાર વર્ષમાં પ્રજાને રાહત આપી ન શક્યા તો આગળ આપી શકશે તેનો શો ભરોંસો? એ સંજોગોમાં મતદાતાની સામે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તે કોને મત આપે અને શામાટે આપે? અને નહીં આપે તો પણ ફરક શું પડવાનો? કેમ કે તેની જિંદગી બદલાવાની નથી, કોઈ નૃપ હોય હમે કા હાનિ, ચેરિ છોડ ન હોબઈ રાની.

પ્રજાને લૂંટવા, પિટવા અને શોષણ માટે જ છે, તેથી તેનો ચૂંટણીમાંથી રસ ઊડી ગયો છે. આ રીતે તો આપણું લોકતંત્ર નબળું થઈ જશે. જરૂરત એ વાતની હતી કે છેલ્લાં ૭૧ વર્ષમાં વિકાસનો જે હો-હલ્લા ચાલે છે તેને આખો બદલી નાખવો જોઈએ. એ બાદ નિષ્ણાતોના મત પ્રમાણે વિકાસની યોજના બનાવવી જોઈએ, એવું કશું જ થતું નથી, એ ચિંતાની વાત છે.

વાસ્તવમાં અમારું માનવું છે કે તમારે પ્રજાને પોતાના અને પોતાની આસપાસનાં લોકોની ભલાઈ અને વિકાસ તરફ તમારે જાતે જ આગળ જવું પડશે અને અનુભવ એ સમજાવી દેશે કે જે કામ પ્રજા ઇમાનદારીથી ચાર આનામાં કરતી હતી તે કામ સરકારી તંત્ર ૪૦ રૂપિયામાં પણ કરી શકતું નથી. આજના સંદેશાવ્યવહારના યુગમાં સૂચનાઓનો પ્રસાર ખૂબ જ ઝડપથી થાય છે. જો આ સૂચના(માહિતી) સામાન્ય પ્રજા સુધી પહોંચશે તો તમામ રાજકીય પક્ષ આરોપીના કઠેડામાં હશે અને એ સંજોગોમાં એક પક્ષની સરકાર બનવી અસંભવ થઈ જશે. વાસ્તવમાં શું થાય છે તે તો સામાન્ય ચૂંટણીનું પરિણામ જ દેખાડશે.

;