બનાસ ડેરીનાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો - Sandesh
  • Home
  • Featured
  • બનાસ ડેરીનાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો

બનાસ ડેરીનાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો

 | 10:35 am IST

દુધ ઉત્પાદનમાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જામ્યો છે. વર્ષે 8 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી બનાસ ડેરીનાં ચેરમેન પદે અત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી છે, ત્યારે સોમવારે વિશ્વાસ મત માટે ડેરીમાં ચૂંટણી યોજાશે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી ગુજરાતનું ગૌરવ છે. બનાસ ડેરી સાથે સાડા ત્રણ લાખ પશુપાલકો જોડાયેલા છે. બનાસ ડેરી વર્ષે 8 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. જ્યારે દરરોજ 60 લાખ લીટર દુધ બનાસ ડેરીમાં આવે છે. ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે વિશ્વાસ મત આપવામાં આવશે. જેને લઈ ચૂંટણીનો એજન્ડા જાહેર થયો છે. શંકર ચૌધરી સહકારમાં મોટા ગજાનાં નેતા છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ તેમનું વિરોધનું જૂથ સક્રિય બન્યું છે. બનાસ ડેરીમાં અઢી વર્ષ પૂર્ણ થતાં શંકર ચૌધરી અને તેમના ડિરેક્ટરોએ વિશ્વાસ મતમાં બહુમતી સાબિત કરવાની છે. ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો છે, ત્યારે 4 જૂનનાં રોજ બનાસ ડેરીમાં વિશ્વાસ મતને લઈ જિલ્લાનાં દુધિયા રાજકારણમાં ગરમાવો છે.

બનાસડેરીનાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરીની વિશ્વાસનાં મતમાં કસોટી થશે રાજ્યનાં પૂર્વ આરોગ્યમંત્રી અને વાવ વિધાનસભા બેઠક પર વિશ્વાસ ગુમાવી ચૂકેલા શંકર ચૌધરી કેવી રીતે વિશ્વાસનો મત કેળવશે એ જોવું રહ્યું