Elections For 18 Rajya Sabha Seats To Be Held On 19th June
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના મહામારી વચ્ચે આવશે રાજકીય ગરમાવો, ગુજરાત સહિત આ રાજ્યોમાં યોજાશે ચૂંટણી

કોરોના મહામારી વચ્ચે આવશે રાજકીય ગરમાવો, ગુજરાત સહિત આ રાજ્યોમાં યોજાશે ચૂંટણી

 | 7:27 pm IST
  • Share

ચૂંટણી પંચે રાજ્યસભાની 18 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાની 18 બેઠકો માટે 19 જુને મતદાન યોજાશે. કોરોના સંકટના કારણે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી થોડા સમય માટે રદ્દ કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. જ્દ્દા જુદા રાજકીય પક્ષો તરફથી પણ ચૂંટણી પંચને આ પ્રકારની સલાહ આપવામાં આવી હતી.

રાજ્યસભાની કુલ 55 બેઠકો પર ચૂંટણી યોજાવવાની હતી. નામ પાછા ખેંચવાની તારીખ 18 માર્ચ હતી. 37 બેઠકો માટે માત્ર 1 જ ઉમેદવારનું નામ આવ્યું હોવાથી ફોર્મ પાછુ ખેંચવાના દિવસે એટલે કે 18 માર્ચે 37 ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતાં. બાકીની 18 બેઠકો માટે ચૂંટણી 26 તારીખે યોજાવવાની હતી, જેને કોરોના મહામારીના કારણે ટાળી દેવામાં આવી હતી.

ગુજરાત સહિત આ રાજ્યોમાં યોજાશે ચૂંટણી

18 રાજ્યસભા સીટો પર ચૂંટણી થવાની છે તેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ચાર-ચાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ત્રણ-ત્રણ, ઝારખંડમાં બે અને મણિપુર અને મેઘાલયમાં એક-એક સીટ સામેલ છે.

રાજ્યસભા ચેરમેને કરી હતી ચર્ચા

હાલમાં રાજ્યસભા ચેરમેન વેંકૈયા નાયડૂએ અલગ-અલગ મંત્રાલયો સાથે જોડાયેલી સંસદીય સમિટિની બેઠકને લઈને ચર્ચા અને આગળની રણનીતિ પર વાત કરી હતી. વેંકૈયા નાયડૂએ બેઠકને લઈને સંસદના અધિકારીઓ સાથે ચર્ચા કરી, જેમાં નિયમો પર પણ ચર્ચા થઈ જે આ બેઠકો દરમિયાન લાગૂ થશે. તો ચૂંટણીને લઈને પણ ચેરમેને ચૂંટણી પંચ સાથે વાત કરી હતી.

આ વીડિયો પણ જુઓ : કોરોના મહામારી મુદ્દે PM મોદીનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન