Elections for 26 Lok Sabha seats today, tomorrow and day of election day and today
  • Home
  • Ahmedabad
  • આજે લોકસભાની 26 બેઠકોની ચૂંટણી, ચૂંટણીના દિવસની કલ ઔર આજ

આજે લોકસભાની 26 બેઠકોની ચૂંટણી, ચૂંટણીના દિવસની કલ ઔર આજ

 | 6:00 am IST

ગુજરાત આખામાં આજે મંગળવાર તા.૨૩મીના રોજ લોકસભાની ૨૬ બેઠકો માટેની ચૂંટણી છે. જેમાં અમદાવાદની પશ્ચિમ અને પૂર્વની બે બેઠકોનો સમાવેશ થવા જાય છે.

દેખીતી રીતે જ ગઈ કાલના બે દિવસ માત્ર ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ જ નહીં ઉમેદવારો માટે પણ કતલની રાત બની રહી હતી. ચૂંટણીમાં છેલ્લા બે દિવસો અને તેમાંયે રાત તો પક્ષના કાર્યકરોને ‘જાગતા રહેજો’ના સાદ માટે ભલે પૂરતી રહેતી હોય પણ જે તે ક્ષેત્રના મતદારોને તો ઊંઘતા ના રહેજો..ની સતત યાદ અપાવનારી બની રહે છે. કહો કે, ચૂંટણીનો આ આખરી દાવ અને આખરી તડજોડના બની રહે છે. લોભ, લાલચ, વાયદા-વચનોની પણ બની રહે છે.

પરિણામે જ્યાં મતદારોના ઈધર ઉધરના ચક્કરની વાતો ફેલાતી રહે છે તેવા સમાજ કે પોળ, સોસાયટી, એપાર્ટમેન્ટ કે ચાલી, મહોલ્લાઓ પર બંને પેક્ષના નેતાઓની દોડાદોડ ચાલુ રહે છે. કંઈક રંધાય છે અને કંઈક કાચું કપાયું હોય તેને પાકું કરી લેવાના આખરી અને અથાગ પ્રયાસો કરવામાં આવે છે.

આજની આ ચૂંટણીમાં આમ બન્યું જ નથી તેમ કહી શકાય તેમ નથી થયું છે એ ચોક્કસ છે. પણ મધરાતની એ દોડાદોડનો લહાવો જ્યાં ગાબડા દેખાયા છે એ વિસ્તારના મતદારોને જરૂર મળ્યો છે. ફંડ પણ વહેંચાયું છે. દારૂબંધીની પોકળ વાતો વચ્ચે છાંટો પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પશ્ચિમના કેટલાંક અને પૂર્વના બહુ મોટા વિસ્તારોમાં રાત્રિ ભોજનની પણ લોકોએ મજા માણી હતી. કોટના કેટલાક ભાગોમાં તો મસાલેદાર-ચટાકેદાર બિરયાનીની પણ લુફ્ત ઉઠાવવામાં આવી હતી. એટલે કે બધું શાંત છે. ક્યાંય ચૂંટણીનો માહોલ દેખાતો નથી કે, વાતાવરણમાં પણ શુષ્કતા છે એવી છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હવા આ છેલ્લા બે દિવસોમાં ગર્મ હવામાં ચોમેર ફેલાઈ ગઈ હતી. ખેર, ચૂંટણીના આજના દિવસની વાત કરીએ તો ઉમેદવારો પોતાના ઈષ્ટદેવની પૂજા-આરાધના કરી વિજયી ભવ માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરશે. પત્ની કે પુત્રી ઉમેદવારને કુમકુમ તિલક કરશે ચોખાના વધામણા કરશે.

એ તો ઠીક ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓના જીવ તો સવારથી જ પડીકે બંધાશે, કેમ કે, આ ચૂંટણી નહીં પણ તેમના ઉમેદવારની જીત એ તેમને માટે ર્વાિષક નહીં પણ કાયમી રાજકીય પરીક્ષામાં પાસ થવાની બની રહે છે. આ પરીક્ષામાં પાસ થાય તો જ આગળ પ્રમોશન માટેના દ્વાર ખૂલી શકે છે.  આમ તો લોકસભાની ચૂંટણી હોવાથી ક્યાંયે ઝાઝો જમાવડો કે મેળાવડો જોવા નહીં, મળે મતદાન કેન્દ્રો પર ચૂંટણી પંચે મતદારો માટે ઠંડા પાણીની, બેસવા માટેની ગરમીમાં મતદારોની તબિયતને કે, પછી ચૂંટણીની કામગીરી કરતા કર્મચારીઓને કંઈ સહેજ પણ તકલીફ પડે તો હેલ્થ ટીમની વ્યવસ્થા કરી જ છે.

જોવાનું એટલું જ રહેશે કે, સવારે કેટલું ઝડપી અને બપોરના વિરામ બાદ કેટલું મતદાન થાય છે. આ મતદાન માટે ભાજપ-કોંગ્રેસના નિષ્ઠાવાન મતદારો મન બનાવીને બેઠેલા જ છે. આમ છતાંયે નેતાઓ-કાર્યકરો સાથે ઉમેદવારના સગા સહોદારો પણ મતદાન કરવા વહેલા આવજો જ હોં… અમારા ફલાણા ફલાણા સગાં ચૂંટણી લડી રહ્યાં છે. યાદ છે ને ? મત આ પ્રશ્ને જ ભૂલતા નહીં .

કલકા ચૂનાવ મેં ભી કુછ ઐસા ચલતા થા, છેલ્લી બે રાતો શહેર સાથે ગામડામાં યે કતલની રાત બની રહેતી હતી. રાતના હિસાબ કિતાબ કરાતા હતાં. લોભ-લાલચોથી બાજીઓ પલટાવવામાં આવતી હતી. પક્ષના નેતાઓ સાથે ઉમેદવાર ખુદ સોદાબાજી કરતા હતાં. સગાંવાદ-જ્ઞા।તિવાદ-વેવાઈવાદ ત્યારે પણ હતો શહેરના એક ભાગમાંથી બીજા ભાગમાં કે એક ગામડામાંથી સગાંઓ કહેણ મોકલાવતા હતાં. જો જો ફલાણા પક્ષમાંથી અમારા વેવાઈ કે વેવાણ, ભાણિયો અને ભત્રીજો ચૂંટણી લડી રહ્યાં છે. અમારા કાકા અમારા મામા ફલાણા પક્ષમાંથી ઉમેદવાર છે એ ખબર છે ને ? જો જો ભૂલતા નહીં, બીજી કોઈ ગફલત કરતા નહીં. આપણા સંબંધો તો આવા વખતે જ કામ આવે ને ? સગા પહેલાં પક્ષ પછી એટલું યાદ રાખજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન