Electric Scooter Gemopai Astrid Lite launched in India
  • Home
  • Featured
  • અદ્ભુત છે આ સ્કૂટર, આપશે 90km માઇલેજ, જાણો ફિચર્સ અને કિંમત વિશે

અદ્ભુત છે આ સ્કૂટર, આપશે 90km માઇલેજ, જાણો ફિચર્સ અને કિંમત વિશે

 | 5:22 pm IST

હવા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને દેશમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જ્યારે ઓટો સેક્ટરની મોટાભાગે કંપનીઓ પણ આ ટ્રેન્ડને ઝુંબેશ બનાવવાની કોશિશ કરી રહી છે. આ ઝુંબેશ હેઠળ હાલ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિક સ્કૂટર બજારમાં ઉતારવામાં આવી રહ્યા છે.

ત્યારે હવે Gemopai Electric એ એક નવા ઇ-સ્કૂટરનું લોન્ચિંગ કર્યું છે. જેને Gemopai Astrid Lite નામથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરની કિંમત અંદાજે 79,999 રૂપિયા છે. ફીચરની વાત કરીએ તો એસ્ટ્રિડ લાઇટ ઇલેક્ટ્રોનિક સ્કૂટરમાં 2,400 વોટની ઇલેક્ટ્રોનિક મોટર અને 1.7 kWh ની લિથિયમ-આયન બેટરી આપવામાં આવશે. ઘરે ચાર્જ કરવા માટે તમે બેટરીને કાઢી પણ શકો છો. આ સ્કૂટરમાં રાઇડિંગ મોડ્સ-સિટી, સ્પોર્ટ અને ઇકોનોમી આપવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફુલ ચાર્જ પર આ ઇલેક્ટ્રિક સ્કૂટર 75થી 90 કિમી સુધી ચાલી શકે છે. જે રાઇડિંગ મોડ પર નિર્ભર કરે છે. એસ્ટ્રિડ લાઇટની ટોપ સ્પીડ 65 કિમી છે. સ્કૂટરમાં એક એક્સ્ટ્રા બેટરી લગાવવાની સુવિધા પણ ગ્રાહકને મળશે. જેની રેન્જ 150-180 કિમી સુધીની હશે. આ સ્કૂટરમાં કલર એલઈડી ડિસ્પ્લે, કી-લેસ સ્ટાર્ટ, અને યુએસબી પોર્ટ જેવા ફીચર્સ મળશે. એસ્ટ્રિડ લાઇટના ફ્રંટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવશે. સેફ્ટી માટે આમાં સાઇડ સ્ટેન્ડ સેંસર, એન્ટી થેફ્ટ સેંસર અને ઇલેક્ટ્રોનિક અસિસ્ટ બ્રેક સિસ્ટમ(EABS) આપવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં વરસાદની બીજી ઇંનિંગ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન