વિદ્યુતની 'જંગલી' ઓક્ટોબર, ૨૦૧૮માં રિલીઝ થશે  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિદ્યુતની ‘જંગલી’ ઓક્ટોબર, ૨૦૧૮માં રિલીઝ થશે 

વિદ્યુતની ‘જંગલી’ ઓક્ટોબર, ૨૦૧૮માં રિલીઝ થશે 

 | 4:45 am IST

વિદ્યુત જામવાલ અભિનીત આગામી ફિલ્મ જંગલી ૧૯ ઓક્ટોબર, ૨૦૧૮ના દિવસે રિલીઝ થશે. જંગલી હાથીઓના ગેરકાયદે શિકાર અને હાથીદાંતની તસ્કરી પર આધારિત આ ફિલ્મમાં ફરી એક વાર વિદ્યુતનો એક્શન અવતાર દર્શકોને જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ચક રસેલ કરી રહ્યા છે, જ્યારે ફિલ્મનું નિર્માણ જંગલી પિક્ચર્સ કરી રહ્યું છે. આ ફિલ્મ એક્શન-એડ્વેન્ચર ફિલ્મ છે, જેમાં હીરો દેશમાં ચાલી રહેલા હાથીઓના ગેરકાયદે શિકાર વિરૂદ્ધ બંડ પોકારે છે. ફિલ્મમાં વિદ્યુત અશ્વત્થ નામના યુવાનના કિરદારને ન્યાય આપશે. અશ્વત્થ કેરળના જંગલોમાં જ મોટો થયો છે અને હાથીઓના થતા ગેરકાયદે શિકાર વિરૂદ્ધ લડે છે.