elephant and duck video goes viral in social media see people reactions
  • Home
  • Featured
  • લેવાના દેવા પડી ગયા, હાથીનું બચ્ચું ક્યારનું હેરાન કરતુ હતુ બતકને, પછી જે થયુ…

લેવાના દેવા પડી ગયા, હાથીનું બચ્ચું ક્યારનું હેરાન કરતુ હતુ બતકને, પછી જે થયુ…

 | 1:38 pm IST

હાથી અને બતકની ટક્કરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે હાથી દ્વારા કેવી રીતે નાના બતક પર પાણી નાખી મસ્તી કરતુ હતું પછી જે થયુ જોવાની મજા પડી જશે. 34 સેકન્ડનો આ વીડિઓ આ રીતે શરૂ થાય છે, બતક અને હાથી બંને નદી કિનારે પાણી પીતા જોવા મળે છે.

બતક પણ નદીના કાંઠે છે, જ્યારે હાથી તેની સુંઢથી બતક પર પાણી ફેંકે છે હાથીની આ મસ્તીથી બતક જઈને હાથીની પીઠ પર બેસી જાય છે અને પછી હાથી કૂદવાનું શરૂ કરે છે.

હાથીને વારંવાર ઉછળતો જોઈ બતક પાછળની બાજુથી ઉતરી જાય છે એટલું જ નહીં, બતક હાથીને ખલેલ પહોંચાડવા માટે હાથીની આસપાસ ફરવા લાગે છે. અને હાથીને પાણી પીવા દેતુ નથી, પછી હાથી તેના પાછળના પગ ઉંચા કરીને બતકને મારવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ બતક આજે નક્કી કરી લે છે કે તે આજે હાથીને શાંતિથી પાણી પીવા નહીં દે, તેથી તે તેની પીઠ પર તો ક્યારેક મોંની સામે આવે છે. આ વીડિયો જોઈને એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બતક હાથીને નદીનું પાણી પીવા દેતું નથી.
હાથીએ કરેલ બતેકની મસ્તી હાથીને ભારે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન