Elephant entered in Hasimara Army Canteen, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • નાસ્તો-પાણી કરવા આવેલો હાથી ગાંડો થયો પણ સૈન્યના જવાને ઉભી પુંછડીયે ભગાડ્યો

નાસ્તો-પાણી કરવા આવેલો હાથી ગાંડો થયો પણ સૈન્યના જવાને ઉભી પુંછડીયે ભગાડ્યો

 | 7:48 pm IST

હાથી આમ તો સૌથી શાંત પ્રાણી ગણાય છે, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે, તો તે તબાહી મચાવી દે છે. આ વાતને પુરવાર કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પશ્ચિમ બંગાળના ડુઆર્સમાં હાસીમારા આર્મી કેન્ટીનનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં એક હાથી કેન્ટીનમાં ઘૂસીને ધમાલ મચાવે છે.

આ વીડિયોમાં એક હાથી તેની સૂંઢને ઉઠાવી ખાલી ડાઇનિંગ હોલમાં પ્રવેશ કરે છે અને ટેબલ અને ખુરશીઓને ઉછાળી નીચે પટકે છે. જેનાથી અરાજકતાનું વાતાવરણ ઉભું થઈ જાય છે. જોકે કેન્ટીંગના કર્મચારી હાથીને ત્યાંથી બહાર ભગાડવા માટે આગનો સહારો લે છે અને આકરી મહેનત બાદ સફળ પણ થાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન