Elephant trapped in Surat due to lockdown, elephant having difficulty eating due to lockdown
  • Home
  • Corona live
  • કોરોનાના કહેર વચ્ચે સુરતમાં એક હાથી ફસાયો, લોકડાઉનના કારણે નથી ફરી રહ્યો કે નથી ખાવાનું મળી રહ્યું

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં એક હાથી ફસાયો, લોકડાઉનના કારણે નથી ફરી રહ્યો કે નથી ખાવાનું મળી રહ્યું

 | 12:15 pm IST

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તેમ છતાં ગુજરાત માટે એક સારા સમાચાર મળ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે છેલ્લા 12 કલાકમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આજે (ગુરુવારે) વહેલી સવારે વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત નિપજ્યું છે. વડોદરામાં 55 વર્ષીય દર્દીનું કોરાનાના કારણે મોતનો શિકાર બન્યું છે.

આજકાલ આખા રાજ્યોમાં લોકડાઉન ચાલતું હોવાના કારણે લોકોની હાલત ગંભીર બની રહી છે, બીજી બાજુ નિર્દોષ અબોલા જીવોની હાલત પણ ગંભીર બની રહી છે. આજે સુરતમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં લોકડાઉનના કારણે એક હાથી ફસાયો હોવાની વાત સામે આવી રહી છે. સુરતમાં ફસાયેલા હાથીને લોકડાઉનના કારણે ખાવામાં તકલીફ પડી રહી હોવાની વાત સામે આવી રહી છે. જેના કારણે મહાવતે હાથીને પાછો મધ્યપ્રદેશ લઈ જવા માટે પ્રશાસન પાસે મંજૂરી માંગી છે.

મહાવતે હાથીને મધ્યપ્રદેશ લઈ જવા માટે જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી માગી છે પરંતુ કલેક્ટરે મહાવતની અરજીને ફગાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુરતમાં દીક્ષા અને ધાર્મિક કાર્યક્રમ માટે મધ્યપ્રદેશથી હાથી લવાયો હતો. પરંતુ હાલ લોકડાઉનના કારણે તેની હાલત કફોડી બની ગઈ છે. હાલ લોકડાઉનના કારણે હાથી અને તેનો મહાવત એક બ્રિજ નીચે રહે છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત કોરોના વાયરસના કેહર વચ્ચે સુરતમાં એક હાથી ફસાયો છે. 21 દિવસ વચ્ચે લોકો બહાર નીકળી શકે તેમ નથી. કોરોનાના કારણે લોકડાઉન હોવાના કારણે લોકો બેહાલ છે. ત્યારે સુરત એક હાથીને ખાવાની તકલીફ પડી રહી છે.

મહાવતે હાથીને પોતાના વતન મધ્યપ્રદેશ લઈ જવા માટે માંગણી કરી છે. સુરત જિલ્લા કલેકટરે મધ્યપ્રદેશ લઈ જવાની અરજી ફગાવી દીધી છે. હાલ એવી પણ માહિતી સામે આવી રહી છે કે સુરતમાં લોકડાઉનના કારણે હાથી શહેરમાં ફરી પણ શકતો નથી. ત્યારે હાથી અને મહાવતની હાલત કફોડી બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન