elephants hold funeral procession for dead calf viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • હાથીનાં ઝુંડે કાઢી અનોખી અંતિમયાત્રા, વીડિયો જોઈ આંખના ખુણા થઈ જશે ભીના

હાથીનાં ઝુંડે કાઢી અનોખી અંતિમયાત્રા, વીડિયો જોઈ આંખના ખુણા થઈ જશે ભીના

 | 5:07 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને એટલો જ શેર પણ કરી રહ્યાં છે. મૃત લોકોની અંતિમ યાત્રા તમે ઘણીવાર જોઈ હશે. પરંતુ કોઈ જાનવરની અંતિમયાત્રા જો ન જોઈ હોય તો તમને અહીં મોકો મળશે. આ વીડિયોમાં હાથીનું એક બાળક મરી જાય તો આખો હાથી પરિવાર તે બાળકની અંતિમયાત્રા કાઢે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે હાથીનો પરિવાર એક હાથીનાં મરેલા બાળકની ડેડ બોડી લઈને જઈ રહ્યાં છે. આ આખી સંવેદનશીલ ઘટનાને કેટલાક દુર ઉભેલા લોકો નિહાળી રહ્યાં છે.

વીડિયો જેણે પોસ્ટ કર્યો છે તેણે લખ્યું કે, આ તમને ધક્કો પહોંચાડી શકે છે. રોતા હાથીઓનાં એક ઝુંડે મરેલા હાથીના બાળકની અંતિમ યાત્રા કાઢી. પરિવાર બાળકને છોડવા નથી માંગતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન