એલી અવરામ ક્રિકેટરને ડેટ કરી રહી છે? - Sandesh

એલી અવરામ ક્રિકેટરને ડેટ કરી રહી છે?

 | 12:43 am IST

બિગ બોસના ઘરમાંથી પ્રચલિત બનેલી એલી અવરામ હાલમાં છુટા છવાયા શો અને અમુક ફિલ્મો સીવાય કોઇ ખાસ કામ કરતી નથી જોવા મળી. જો કે બિગોબોસના ઘરમાથી બહાર નિકળ્યા બાદ પણ તે જોઇ તેટલું કામ મેળવવામા નિષ્ફળ ગઇ હતી. પરંતુ હાલ એલી ફરી ચર્ચામાં આવી ગઇ છે, અને આ ચર્ચા ભારતીય ક્રિકટેર હાર્દિક પંડયા સાથેના તેના અફેરને લઇને થઇ રહી છે. આ ચર્ચા હાર્દિક પંડયાના ભાઇના લગ્નથી શરુ થઇ હતી. આમ જોવા જઇએ તો દેખીતી રીતે એલી અને હાર્દિકને હાર્દિકના ભાઇના લગ્ન પહેલાં ક્યારેય સાથે નથી જોવાયા, વળી બંને વચ્ચે કોઇ સંબંધ હોવાનું પણ પહેલાં સામે નથી આવ્યુંુ. ત્યારે અચાનક હાર્દિકના ભાઇના લગ્નમા એલી સેન્ટર ઓફ ધ એટ્રેક્શન બની જતાં બધાને નવાઇ લાગી હતી. લગ્નમાં સતત એલી હાર્દિકના પરિવાર સાથે નજરે પડી હતી. માત્ર લગ્ન જ નહી, લગ્ન સિવાયના તમામ પ્રસંગોમાં પણ એલી હાર્દિક તેમજ હાર્દિકના પરિવારની સભ્ય હોય તેમજ હળીમળી ગઇ હતી. બસ ત્યારથી હાર્દિક અને એલી ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. હવે આ ચર્ચામા તથ્ય કેટલું છે તે તો આગામી સમય જ જણાવી શકશે.