Elon Musk conceded that America benefited from Indian talent
  • Home
  • Tech
  • ઈલોન મસ્કે સ્વીકાર્યું, અમેરિકાને ભારતીય પ્રતિભાઓનો ફાયદો મળ્યો

ઈલોન મસ્કે સ્વીકાર્યું, અમેરિકાને ભારતીય પ્રતિભાઓનો ફાયદો મળ્યો

 | 9:50 pm IST
  • Share

  • ઈલોન મસ્કે જણાવ્યું હતું કે ભારતીય પ્રતિભાઓથી અમેરિકાને ઘણો ફાયદો થયો 

  • મસ્કે આ વાત ટ્વિટરના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિયુક્તિના સંદર્ભમાં કરી હતી

ટેસ્લા અને સ્પેસ એક્સના કર્તાહર્તા ઈલોન મસ્કે ભારતીય પ્રતિભાઓથી અમેરિકાને ભારે ફાયદો થઈ રહ્યો હોવાનું સ્વીકાર્યું છે. મસ્કે આ વાત ટ્વિટરના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિયુક્તિના સંદર્ભમાં કરી હતી. તેમણે ટ્વિટર પર આ મામલે એક ટ્વિટના રિપ્લાયમાં જણાવ્યું હતું કે ભારતીય પ્રતિભાઓથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે અને ભવિષ્યમાં પણ તેનો લાભ મળતો રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલ દુનિયાની ટોચની કંપનીઓના સર્વોચ્ચ પદો પર ભારતીય મૂળના લોકો કાર્યરત છે. ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલની મુખ્ય કંપની આલ્ફાબેટના સીઈઓ તરીકે સુંદર પિચાઈ છે. જ્યારે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા પણ ભારતીય મૂળ ધરાવે છે. હવે તેમાં નવું નામ ટ્વિટરના નવનિયુક્ત સીઈઓ એવા ભારતીય મૂળના પરાગ અગ્રવાલનું નામ પણ જોડાયું છે જેમણે હાલમાં જ પદભાર સંભાળ્યો છે.

ગત સોમવારે ટ્વિટરના કો-ફાઉન્ડર જૅક ડૉર્સીએ જાહેર કર્યું હતું કે તેઓ કંપની છોડી રહ્યાં છે. ટ્રમ્પના કાર્યકાળમાં જૅકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ડોર્સીએ પણ જાણે પહેલેથી મસ્કની ભારતીય પ્રતિભા પરની વાત પર મહોર મારતા હોય તેમ પરાગ અગ્રવાલને આગળ કરીને સમર્થન આપ્યું છે.  

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો