Elon Musk Posts Photo of New Pet Shiba Inu 'Floki', Crypto Jump
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એલન મસ્કે નવા ડોગીનો ફોટો શેર કર્યો અને ફ્લોકી થીમ ક્રિપ્ટોમાં 1000%નો ઉછાળો  

એલન મસ્કે નવા ડોગીનો ફોટો શેર કર્યો અને ફ્લોકી થીમ ક્રિપ્ટોમાં 1000%નો ઉછાળો  

 | 7:30 am IST
  • Share

ઇલેક્ટ્રિક કંપની ટેસ્લાના માલિક એલન મસ્કે ફરી એકવાર પોતાની ટ્વિટના જાદુથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઊથલપાથલ સર્જી છે. મસ્કની એક ટ્વિટથી શિબા ફ્લોકી ક્રિપ્ટોની કિંમતમાં ૨૪ કલાકમાં ૯૫૮.૦૯ ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો.

આ વખતે મસ્કે તેના નવા ડોગી શિબા ઇનુનો ફોટો શેર કરીને ટ્વિટ કરી છે. ફ્લોકી હેઝ એરાઇવ એવા કેપ્શન સાથે મસ્કે ટ્વિટર ઉપર તેના નવા પેટ શિબા ઇનુનો ફોટો પોસ્ટ કર્યો છે.

મસ્કે આ ટ્વિટ શુક્રવારે કરી હતી અને તે પછી ડોજેકોઇન સહિત તમામ ફ્લોકી થીમ ક્રિપ્ટોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો અને તેમાં સૌથી વધારે ઉછાળો શિબા ફ્લોકીમાં જોવાયો હતો. એકતરફી વધારા સાથે શિબા ફ્લોકી $૦.૦૦૦૦૦૦૦૦૫૯૬૧ પર ટ્રેડ થતો હતો.

અન્ય એક ક્રિપ્ટો ફ્લોકી ઇનુ પણ પાછલા ૨૪ કલાકમાં ૫૯.૦૮ ટકા વધીને આવ્યો હતો જ્યારે ફ્લોકી શિબામાં પણ ૨૩.૪૬ ટકાનો વધારો નોંધાયો હતો. પાછલા ૨૪ કલાક દરમિયાન ડોજેકોઇનમાં પણ સુધારો જોવાયો હતો જ્યારે બેબી ડોજેમાં ૧.૮૦ ટકાનો વધારો નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન