Elon Musk sells more 1 billion worth of Tesla shares
  • Home
  • Business
  • એલન મસ્કે ટેસ્લાના વધુ 1 અબજ ડોલર મૂલ્યના શેર્સનું કરેલું વેચાણ  

એલન મસ્કે ટેસ્લાના વધુ 1 અબજ ડોલર મૂલ્યના શેર્સનું કરેલું વેચાણ  

 | 10:57 pm IST
  • Share

  • કંપનીના સીઈઓએ અત્યાર સુધી 10 અબજ ડોલરથી વધુ ઊભા કર્યાં 

  • મસ્ક પાસે હજુ પણ વધુ 1 કરોડ શેર્સ ખરીદવા માટેના ઓપ્શન એક્સરસાઈઝ કરવાના બાકી

ઈવી કાર ઉત્પાદક ટેસ્લા ઈન્કના ચીફ્ એક્ઝિક્યૂટિવ એલન મસ્કે વધુ 9,34,091 શેર્સનું વેચાણ કર્યું છે. જેનું કુલ મૂલ્ય 1.01 અબજ ડોલર થવા જાય છે. તેમણે 21 લાખ શેર્સની ખરીદી માટે ઓપ્શન્સને એક્સરસાઈઝ કરવા સંબંધી ટેક્સ જવાબદારીને પૂરી કરવા માટે આ શેર્સ વેચ્યા હોવાનું ગુરુવારે એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવવામાં આવ્યું હતું.

નવેમ્બર મહિનાની શરૂઆતમાં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે જો સોશિયલ મિડિયા પ્લેટફેર્મના વપરાશકર્તાઓ મંજૂરી આપશે તો તેઓ 10 ટકા હિસ્સાનું વેચાણ કરશે. જે માટે બહુમતી લોકોએ સહમતી દર્શાવી હતી. ત્યારબાદ 8 નવેમ્બરથી મસ્કે 1.7 કરોડ શેર્સ ખરીદવા માટે ઓપ્શન્સ એક્સરસાઈઝ કર્યાં છે અને 10.9 અબજ ડોલર માટે 1.01 કરોડ શેર્સનું વેચાણ કર્યું છે. મસ્ક પાસે હજુ પણ 6.24 ડોલર પ્રતિ શેરના ભાવે વધુ 1 કરોડ શેર્સ ખરીદવા માટેના ઓપ્શન એક્સરસાઈઝ કરવાના બાકી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો