Elon Musk sold more than 50 percent of his stake in the Twitter poll
  • Home
  • Business
  • એલન મસ્કે ટ્વિટર પોલ કર્યા બાદ શરૂ કરી દીધું ખાસ કામકાજ

એલન મસ્કે ટ્વિટર પોલ કર્યા બાદ શરૂ કરી દીધું ખાસ કામકાજ

 | 8:18 am IST
  • Share

  • એલન મસ્કે ટ્વિટર પોલમાં દર્શાવેલા હિસ્સામાંથી 50 ટકાથી વધુનું વેચાણ કર્યું

  • મસ્કે કુલ 92 લાખ શેર્સ બજારમાં ઓફ્લોડ કરી 9.9 અબજ ડોલર મેળવ્યા

  •  10 ટકા હિસ્સાનાં વેચાણ માટે તેણે વધુ 1.7 કરોડ શેર્સનું વેચાણ કરવાનું બની શકે

કેટલાક દિવસોના વિરામ બાદ એલોન મસ્કે ફ્રી ટેસ્લા ઈન્કના શેર્સનું વેચાણ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે અગાઉ ટ્વિટમાં કરેલી વાયદાના 50 ટકાથી વધુ હિસ્સાનું વેચાણ કરી દીધું છે. મસ્કે જણાવ્યું હતું કે તે ઇલેક્ટ્રિક-કારઉત્પાદક કંપનીમાંથી તેમના 10 ટકા હિસ્સાનું વેચાણ કરશે.  મંગળવારે યુએસ સમય મુજબ કરેલા રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ બિલિયોનર મસ્કે 1.05 અબજ ડોલર મેળવવા માટે અધિક 9,34,091 શેર્સનું વેચાણ કર્યું હતું. તેમણે 21.5 લાખ સ્ટોક ઓપ્શન્સનું પણ વેચાણ કર્યું હતું.

ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા મુજબ મસ્કે ઓપ્શન્સનું વેચાણ તે ટ્રાન્ઝેક્શન સંબંધી ટેક્સને કવર કરવા માટે કર્યું હતું. તાજેતરના શેર વેચાણ બાદ મસ્કે ટ્વિટર પર તેમણે ટેસ્લાનો 10 ટકા હિસ્સો વેચવો જોઈએ કે કેમ તે સંબંધી હાથ ધરેલા એક સર્વેથી અત્યાર સુધીમાં કુલ 92 લાખ શેર્સ બજારમાં ઓફ્લોડ કર્યાં છે. જે મારફ્તે કુલ 9.9 અબજ ડોલરની રકમ મેળવી છે. વેચાણમાંથી મળનારી રકમનો એક હિસ્સો ટેક્સની ચુકવણીમાં જવાનો છે.

લઘુતમ 10 ટકાની મર્યાદાને પહોંચવા માટે મસ્કે હજુ પણ વધુ 1.7 કરોડ શેર્સ અથવા તો કંપનીના બાકી રહેલા શેર્સના 1.7 ટકા હિસ્સાનું વેચાણ કરવાનું રહેશે. જો તેની માલિકીના કુલ શેર્સમાં એક્સરસાઈઝ થઈ શકે તેવા ઓપ્શન્સને ગણનામાં લઈએ તો તેણે આનાથી પણ વધુ શેર્સનું વેચાણ કરવાનું બની શકે છે. મસ્કે ટ્વિટર પોલથી અત્યાર સુધીમાં લાખો ઓપ્શન્સ એક્સરસાઈઝ કર્યાં છે. જે તમામ તેની એક્સ્પાયરી ડેટથી એક વર્ષ કરતાં ઓછા સમયગાળો ધરાવે છે.

સપ્ટેમ્બરમાં તેણે સ્ટોક ઓપ્શન્સના એક્સરસાઈઝ સંબંધી શેર્સના વ્યવસ્થિત વેચાણ માટે પ્રિ-એરેન્જ્ડ ટ્રેડિંગ પ્લાન પણ બનાવ્યો હતો એમ ફાઇલિંગ્સ દર્શાવે છે. જોકે 6 નવેમ્બરના ટ્વિટર પોલમાં આ પ્લાનને લઈને કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. મસ્કના ટ્વિટર પોલ બાદ ટેસ્લાના શેર્સમાં શરૂઆતી 9.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ મસ્ક 303.7 અબજ ડોલરની વેલ્થ સાથે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ચાલુ વર્ષે જ તેણે નેટ વર્થમાં 133.9 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. જે અન્યોની સરખામણીમાં ઊંચો છે. ટેસ્લાનો શેર વર્ષ દરમિયાન 57 ટકા ઊછળ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો