Elu Elu revealed between PSI Shweta Jadeja and ACP in bribery case probe?
  • Home
  • Ahmedabad
  • PSI શ્વેતા જાડેજા અને ACP વચ્ચે રોમેન્ટિક સંબંધો કેળવાયા હોવાનો ઘટસ્ફોટ? કોલ ડિટેલ્સમાં રહસ્ય ખૂલ્યું

PSI શ્વેતા જાડેજા અને ACP વચ્ચે રોમેન્ટિક સંબંધો કેળવાયા હોવાનો ઘટસ્ફોટ? કોલ ડિટેલ્સમાં રહસ્ય ખૂલ્યું

 | 7:53 am IST

દુષ્કર્મની ફરિયાદ મામલે રૂ. ૨૦ લાખની લાંચ લેવાના કેસમાં હાલ જેલવાસ ભોગવતા પીએસઆઈ શ્વેતા જાડેજાની તપાસમાં એક એવું રસપ્રદ પાસું બહાર આવ્યું છે જે શ્વેતા અને એક એજન્સીના એસીપી વચ્ચે પરસ્પર રોમેન્ટિક સંબંધો કેળવાયા હોય તેના તરફ સ્પષ્ટ ઈશારો થઈ રહ્યો છે. કોલ ડીટેલ્સમાં પીએસઆઈ શ્વેતા એક એસીપી સાથે દિવસમાં અસામાન્ય રીતે અનેક વખત ફોન પર લાંબી વાતો કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જો કે, આ એસીપી ગાંધીનગરમાં બેસતા એક આઇપીએસ અધિકારીના ખાસ હોવાથી અધિકારીઓ કંઈ કરી શક્યા નહિ. ભૂતકાળમાં પણ આ અધિકારી કોલ સેન્ટરના વિવાદમાં ખરડાયેલા હોવાની ચર્ચામાં આવેલા છે. જોકે કોલ ડીટેલસ અંગે ડીસીપીએ પૂછતા એસીપી ગુસ્સે ભરાયા અને જોઈ લેવાની શેખી મારતા ચર્ચાનો વિષય બન્યો છે.

જીએસપી ક્રોપનાં એમડી કેનલ શાહ સામે બે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આરોપી કેનલને પાસા નહિ કરવા માટે પહેલા ૨૦ લાખ અને બાદમાં ૧૫ લાખ મળી કુલ ૩૫ લાખ કઢાવવાના પ્રકરણમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ શ્વેતા જાડેજા સામે નોંધાઇ હતી. તેમની ધરપકડ બાદ તપાસ હાથ ધરતા ૨૦ લાખ લીધા હોવાના પુરાવા પણ મળી ગયા છે જોકે હજુ સુધી રોકડ કબ્જે કરાઈ નથી.

તપાસ દરમિયાન શ્વેતાની ફોનની કોલ ડીટેલસ આવતા અધિકારીઓ ચોંકી ગયા હતાં. જોકે શ્વેતાની નોકરી લાંબી ન હોવા છતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ તરીકે આ એસીપીએ પોતાના નજીકના ગાંધીનગરમાં બિરાજતા આઇપીએસ અધિકારીના ઇશારે મુક્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે. આ વગદાર આઇપીએસના એસીપી પર ચાર હાથ છે અને અગાઉ કોલ સેન્ટરમાં રંગીન મિજાજ ગુરુ ચેલા બંને ચર્ચામાં આવેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન