IL & FS case: Employee trust fund used to do irregularities
  • Home
  • Business
  • IL & FSમાં ગેરરીતિ આચરવા કર્મચારી ટ્રસ્ટનો કરાયો દુરુપયોગ

IL & FSમાં ગેરરીતિ આચરવા કર્મચારી ટ્રસ્ટનો કરાયો દુરુપયોગ

 | 2:39 pm IST

ગંભીર કૌભાંડોની તપાસ કરતી સંસ્થા(SFIO)એ જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિસ (IL & FS)એ કર્મચારી ટ્રસ્ટ લોનની ચુકવણી કરશે નહિં તેવું અગાઉથી જાણતા હોવા છતાં આ ટ્રસ્ટને રૂ 400 કરોડની લોન આપી હતી.

આ તપાસ સંસ્થાએ  મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલને આપેલા વચગાળાના તપાસ અહેવાલમાં  એવું જણાવ્યું હતું કે IL & FS એમ્પ્લોયી વેલ્ફેર ટ્રસ્ટ (EWF) પર કંપનીના ભૂતપૂર્વ ડાયરેક્ટર્સનું વર્ચસ્વ હતું. કંપનીના ભોગે પોતાને લાભ થાય તેવા નિર્ણયો કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં વધુંમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિગત સમૃદ્ધિ માટેના માધ્યમ તરીકે ટ્રસ્ટનો દુરુપયોગ કરાયો હતો

SFIOની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં આ ટ્રસ્ટના કોન્ટ્રાકટમાં 6 વખત સુધારો થયો છે. કેટલાંક સુધારાઓ IL & FS બોર્ડની મંજૂરી વગર કરવામાં આવ્યા હતા. આ ટ્ર્સ્ટની રચના IL & FS ગ્રુપની તમામ કંપનીઓના કર્મચારીઓના વેલ્ફેર માટે કરવામાં આવ્યા હતા.

આ ટ્રસ્ટને IL & FS અને ગ્રુપ કંપનીઓની સિક્યોરિટીમાં રોકાણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. તે માટે IL & FS અને તેની ગ્રુપ ઓફ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં આવી હતી. રોકાણનું વેચાણ થર્ડ પાર્ટીને કરવામાં આવ્યું હતું અને તેના નફાની વહેંચણી અધિકારીઓમાં કરી હતી. તપાસ એજન્સીએ મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલને આપેલા અહેવાલમાં આ માહિતી આપી હતી.

જે ભૂતપૂર્વ અધિકારીઓની આમાં સંડોવણી હતી તેમાં ભૂતપૂર્વ ચેરમેન રવિ પાર્થસારથિ, ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર હરી સંકરન, ભૂતપૂર્વ CEO અરુણ કુમાર સાહા, ભૂતપૂર્વ CIO વિભવ કપૂર અને IL & FS ફાઈનાન્શિયલ સર્વિસિસના ભૂતપૂર્વ એમડી આર સી બાવાનો સમાવેશ થાય છે. તેઓ IL & FSની પેટા કંપનીઓની કમિટી ઓફ ડાયરેક્ટર્સના સભ્યો પણ હતા.