મહિલાઓ માટે કેન્દ્ર સરકારની ખાસ 4 યોજનાઓ, થશે જોરદાર ફાયદો - Sandesh
  • Home
  • Business
  • મહિલાઓ માટે કેન્દ્ર સરકારની ખાસ 4 યોજનાઓ, થશે જોરદાર ફાયદો

મહિલાઓ માટે કેન્દ્ર સરકારની ખાસ 4 યોજનાઓ, થશે જોરદાર ફાયદો

 | 5:05 pm IST

મહિલાઓને આર્થિક સ્વરૂપે મજબૂત બનાવવા માટે અને મહિલા સશક્તિકરણ પર જોર આપવા માટે સરકારે દેશભરમાં ઘણા પ્રકારની યોજનાઓ અમલામાં મૂકી છે. આ યોજનાઓ નબળા અને પીડિત મહિલાઓનો અવાજ ઉઠાવવા માટે મદદ બની રહેશે. આવો જાણીએ આ 4 ખાસ યોજનાઓનો શું છે ફાયદો.

સુકન્યા સમૃદ્ધિ યોજના
દીકરીઓનાં ભવિષ્ય માટે રૂપિયા એકઠા કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારી સ્કિમ છે. આ યોજના પર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)ની તુલનામાં વધારે વ્યાજ મળશે. તમે તમારી 10 વર્ષ સુધીની દીકરી માટે આ ખાતું ખોલાવી શકો છો. આ યોજના અંતર્ગત હાલામાં 8.1 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. દીકરીનાં 21 વર્ષ થવા પર આ એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે.

બેટી બચાઓ બેટી પઢાઓ
આ યોજનાનું લક્ષ્ય છે- મહિલા ભેદભાવ નાબૂદી અને યુવા ભારતીય યુવતીઓ માટે કલ્યાણ સેવાઓ પર જાગરૂક્તા વધારવી. આ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સંયુક્ત ઉપક્રમ છે. આ યોજનાનું લક્ષ્ય એવી તમામ યુવતીઓ છે જેમનો અભ્યાસ કોઇપણ કારણે અધૂરો રહી જાય છે. તેમને આગળના અભ્યાસ માટે પ્રેરિત કરવું. આ યોજના ગઇ કાલે મહિલા દિવસથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં પહોંચી આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરી છે.

મહિલા ઇ-હાટ

મહિલા ઇ-હાટ પ્લેટફોર્મ છે જ્યાં સહભાગી પોતાના બનાવેલા ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકે છે. હવે જો મહિલાઓ પોતાના દ્વારા બનાવામાં આવેલ મોટા બજારોમાં નથી વેચી શક્તી તે મહિલાઓ ઇ-હાટ દ્વારા સમગ્ર દેશમાં પોતાના ઉત્પાદનોને વેચવા માટે સક્ષમ રહેશે. પોતાના ઉત્પાદોને વેચીને તે પોતાની નાણાકીય સ્થિતિને ઉપર ઉઠાવી શકે છે.

ઉજ્જવલા યોજના
આ યોજના એક ઘુંમાડા રહીત ગ્રામીણ ભારતની કલ્પના કરે છે અને વર્ષ 2019 સુધીમાં 5 કરોડ પરિવારો, વિશેષ કરીને ગરીબી રેખાથી નીચે રહેલ મહિલાઓને અનુકૂળ એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખે છે. આ યોજનાથી એલપીજીના ઉપભોગમાં વૃદ્ધિ થશે અને સ્વાસ્થ્ય સંબંધી વિકાર, વાયુ પ્રદુષણ અને જંગલોની વિચ્છેદમાં મદદ મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન