ખાલી પેટ કેટલાક લોકોની લાગણીને અસર કરે છે ! - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ખાલી પેટ કેટલાક લોકોની લાગણીને અસર કરે છે !

ખાલી પેટ કેટલાક લોકોની લાગણીને અસર કરે છે !

 | 1:13 am IST

ભૂખ્યા પેટે ભજન ન થાય એવી ગુજરાતીમાં કહેવત છે. એ વાત હવે વિજ્ઞાન પુરવાર કરી રહ્યું છે. તાજા સંશોધન પ્રમાણે તમે ભૂખ્યા થાવ ત્યારે તમારા લોહીમાં ખાંડ (શુગર)નું પ્રમાણ ઘટી જતું હોય છે, તેને કારણે તમે થોડી નબળાઇ અને અસહજતા અનુભવ કરો છે. જો કે કેટલાક માટે તો ભૂખ અસહજતાથી પણ આગળ વધીને લાગણી ઉપર સવાર થઇ જાય છે અને તેને કારણે એ ભૂખી વ્યક્તિ તોછડી, શોર્ટ ટેમ્પર અને ચંચળ બની જાય છે.

યુનિવર્સિટી ઓફ નોર્થ ખાતેના વિજ્ઞાની ચેપલ હિલેન ભૂખ લાગે ત્યારે આપણને કેવી અનુભૂતિ થાય છે એ અંગે સંશોધન કર્યા છે. જ્યારે ભૂખ લાગે ત્યારે આપણું શરીર તરત જ સંકેત આપવા માંડે છે. ખાવું, પીવું, સૂવું કે છાંયો એ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વના છે. આપણા શરીરને જે ઊર્જા જોઇએ છે, તે માટે શરીરમાં પૂરતી કેલરી ન હોય આપણા લોહીમાં શુગરનું પ્રમાણ ઘટવા માડે અને ચયાપચયની ક્રિયા ખોરવાવા માંડે છે. પરિણામે આપણે નબળાઇ અનુભવીએ છીએ. આ સંકેત સાયકોલોજિકલ પ્રતિભાવ છે. જ્યારે શરીરમાં ઊર્જા ઓછી હોય ત્યારે ભારે શારીરિક શ્રમવાળું કામ હાથ પર લેવાનો સમય હોતો નથી.   કેટલાક માટે તો વળી ભૂખ એ માનસિક અને શારીરિક પીડાનો અનુભવ કરાવનારી છે. આ અભ્યાસનો હેતુ ભૂખથી શારીરિક અને માનસિક સ્થિતિ કેવી થાય એ જાણવાનો જ છે, એમ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના પીએચ.ડીના વિદ્યાર્થી જેનિફર મેકકોર્માકે જણાવ્યું હતું.

અભ્યાસ કઇ રીતે થયો?

જેનિફર અને તેમની ટીમે ઓનલાઇન ૪૦૦ લોકોનો સરવે કર્યો હતો. આ સરવેમાં ભાગ લેનારાઓએ તેમની ભૂખનું રેટિંગ કરવાનું હતું અને સાથે જ તેમના એ સમયના હકારાત્મક કે નકારાત્મક ફોટો પણ આપવાના હતા. સરવેમાં પ્રતિભાવ આપનારાઓમાંથી બહુ ઓછાએ સ્વીકાર્યું કે તેઓ ભૂખ્યા થાય ત્યારે ગમમાં ડૂબી જાય કે રોષે ભરાતા હોય છે. કેટલાક ભૂખ લાગવાથી અસહજ થઇ જાય અને પેટમાં કશુંક પધરાવે એટલે પાછા સારી લાગણી અનુભવતા થઇ જાય છે.

;