ભારતીય રેલવેએ 167 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર હાંસલ કર્યો આ કીર્તિમાન

કોરોના મહામારી દરમિયાન ભારતીય રેલવે માલ પરિવહનનું સૌથી વધારે પસંદગીનું પરિવહન બનીને સામે આવ્યું છે. આખા દેશમાં ઓછી પેસેન્જર ટ્રેનો ચલાવવામાં આવવાના કારણે માલગાડીઓને ટ્રેક ખાલી મળ્યા હતા. જેથી પહેલાની તુલનામાં વધારે ઝડપી સામના એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવામા આવી રહ્યો હતો. જેનુ પરિણામ એ છે કે, રેલવેએ જાન્યુઆરી 2021માં 167 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે 119.79 મિલિયન ટીન માલનું પરિવહન કરી એક નવો કીર્તિમાન બનાવ્યો છે.
ભારતીય રેલવેથી મળેલા આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2021માં રેલવેએ રેકોર્ડ 119.79 મિલિયન ટન સામાનું પરિવહન કર્યું છે. આ પહેલા રેલવેએ માર્ચ 2019માં 119.74 મિલિયન ટન સામાન પહોંચાડ્યો હતો. 01 એપ્રિલ 2020થી 12 ફેબ્રુઆરી 2021 દરમિયાન માલ ટ્રાંસપોર્ટથી રેલવેને 99 હજાર 605 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે ગત વર્ષે 1 એપ્રિલ 2019થી 11 ફેબ્રુઆરી 2020ની કમાણી 98 હજાર 833 કરોડ રૂપિયાથી 0.8 ટકા વધારે છે.
ફેબ્રુઆરી 2021ના આંકડાઓ અનુસાર, ભારતીય રેલવેમાં 30.54 મિલિયન ટન માલ હતો. જેમા 13.61 મિલિયન ટન કોલસો, 4.15 મિલિયન ટન આયર્ન ઓર, 1.04 મિલિયન ટન ખાણ, 1.03 મિલિયન ટન ખાતર, 0.69 મિલિયન ટન ખનિજ તેલ અને 1.97 મિલિયન ટન સિમેન્ટ સામેલ છે.
ભારતીય રેલવે દ્વારા માલ ટ્રાંસપોર્ટને આકર્ષક બનાવવા માટે કેટલીર છૂટ આપવામાં આવી રહી છે. આ સિવાય નવા વ્યવસાયને આકર્ષિત કરવા માટે અને હાલના ગ્રાહકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી રેલ મંત્રાલયે આયર્ન અને સ્ટીલ, સિમેન્ટ, વીજળી, કોલસો, ઓટોમોબાઇલ્સ અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલ સેવા પ્રદાતાઓના ઉચ્ચ નેતૃત્વની સાથે બેઠકો પણ કરી રહ્યું છે.
માત્ર આટલું જ નહીં ઝોનલ અને મંડળ સ્તરો પર બિઝનેસ ડેવલપમેન્ડટ અને માલ ટ્રાંસપોર્ટની ગતિને બે ગણી કરવાનો પણ રેલ મંત્રાલય કોશિશ કરી રહ્યું છે. નોંધનિય છે કે, નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2021માં ભારતીય રેલવેના 1,10,055 કરોડ રૂપિયાની રકમ આવંટિત કરી છે. જેમા 1,07,100 કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન