સુપ્રીમ કોર્ટના જજ વિવાદનો અંત, એટર્ની જનરલની જાહેરાત - Sandesh
  • Home
  • Main News
  • Breaking News
  • સુપ્રીમ કોર્ટના જજ વિવાદનો અંત, એટર્ની જનરલની જાહેરાત

સુપ્રીમ કોર્ટના જજ વિવાદનો અંત, એટર્ની જનરલની જાહેરાત

 | 11:46 am IST

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ વચ્ચેના વિવાદનો અંત આવ્યો હોવાની જાહેરાત કરાઈ છે. આજે રવિવારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ન્યાયમૂર્તિઓ સાથે મુલાકાત પછી એટર્ની જનરલએ વિવાદનો અંત આવ્યો હોવાની ઘોષણા કરી છે.

એટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિઓ વચ્ચેના વિવાદનો અંત આવી ગયો છે. સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે અને હવે પૂર્વવત સ્થિતિ પ્રવર્તે છે, એમ મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

અગાઉ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયમૂર્તિઓએ પત્રકાર પરિષદ યોજી મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિક્ષા સાથે બળાપો ઠાલવ્યો હતો અને આ અંગે ભારે વિવાદ સર્જાયો હતો. કેટલાક લોકોએ નારાજ ન્યાયમૂર્તિઓ સામે મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવાની પણ માગણી કરી હતી.