ENG VS AUS: Australia won by 64 runs and Qualify for Semi-Finals
  • Home
  • Sports
  • Cricket
  • ICCWorldCup: ઇંગ્લેન્ડને પછાડી ઓસ્ટ્રેલિયાની વટ કે સાથ સેમીફાઇનલમાં એન્ટ્રી

ICCWorldCup: ઇંગ્લેન્ડને પછાડી ઓસ્ટ્રેલિયાની વટ કે સાથ સેમીફાઇનલમાં એન્ટ્રી

 | 2:40 pm IST

વર્લ્ડ કપ 2019માં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમમાં મેચ રમાઈ. જેમાં ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડની કારમી હાર થઈ છે. 286 રનોનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ટીમ ઇંગ્લેન્ડ 221 રનોમાં ઓલ આઉટ થઈ છે. આ સાથે હરીફ ટીમ ઓસ્ટ્રેલિયાનો 64 રને વિજય થયો છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોસન બેહરેનડાર્ફે 5 વિકેટ ઝડપી છે જ્યારે મિશેલ સ્ટાર્કે 4 વિકેટ લીધા છે. માર્કસ સ્ટોનીસે 1 વિકેટ લીધી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. 

England Innings:
Score: 221/10
Over: 44.4

  • જોફરા આર્ચર 1 રન બનાવી આઉટ થયો છે. આ સાથે ઇંગ્લેન્ડની 9મી વિકેટ પડી છે. હાલ આદીલ રાશીદ(25*) અને માર્ક વૂડ(1*) ક્રીઝ પર છે.

  • ક્રિસ વોક્સ 26 રન બનાવી આઉટ થયો છે. આ સાથે ઇંગ્લેન્ડ હારની કગાર પર છે. હાલ આદીલ રાશીદ(14*) અને જોફરા આર્ચર(0*) ક્રીઝ પર છે.
  • ઇંગ્લેન્ડની ટીમની 7મી વિકેટ પડી. મોઇન અલી માત્ર 6 રન બનાવી આઉટ થયો છે. હાલ ક્રિસ વોક્સ(22*) અને આદીલ રાશીદ(1*) ક્રીઝ પર છે.
  • ઇંગ્લેન્ડને 6 ઝાટકો લાગ્યો છે. શાનદાર બેટિંગ કરી રહેલો બેન સ્ટોક્સને મિશેલ સ્ટાર્ક બોલ્ડ માર્યો છે. બેન સ્ટોક્સે 115 બોલમાં 89 રન બનાવ્યા છે. હાલ ક્રિસ વોક્સ(20*) અને મોઇન અલી(2*) ક્રીઝ પર છે.

  • જોસ બટલરના રૂપે ઇંગ્લેન્ડની પાંચમી વિકેટ પડી છે. બટલરે 27 બોલમાં 25 રન બનાવ્યા છે. હાલ બેન સ્ટોક્સ(58*) અને ક્રિસ વોક્સ(1*) ક્રીઝ પર છે. 
  • ચાર વિકેટ ગુમાવ્યા બાદ હાલ ઇંગ્લેન્ડ ટીમની મેચમાં વાપસી થઈ છે. બેન સ્ટોક્સે અડધી સદી ફટકારી છે અને (51*) પર રમી રહ્યો છે. સાથે જોસ બટલર (18*) રન બનાવી ક્રીઝ પર છે.

  • ઇંગ્લેન્ડની વિકેટો પડવાનો સિલસિલો સતત ચાલુ છે. સારી બેટિંગ કરી રહેલા જ્હોની બેયરસ્ટો(27)ને બેહરેનડાર્ફે આઉટ કર્યો છે. આ સાથે ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પડી છે. હાલ બેન સ્ટોક્સ (12*) અને જોસ બટલર(1*)ક્રીઝ પર છે.   
  • ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ ગઈ છે. ઈયોન મોર્ગન માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. મોર્ગનને પૈટ કમિંસે આઉટ કર્યો છે. હાલ જ્હોની બેયરસ્ટો(12*) અને બેન સ્ટોક્સ (0*) ક્રીઝ પર છે.  
  • ઇંગ્લેન્ડને ત્રીજી ઓવરમાં બીજો ઝાટકો લાગ્યો છે. જો રૂટ(8)ને મિશેલ સ્ટાર્કે આઉટ કર્યો છે. હાલ જ્હોની બેયરસ્ટો(7*) અને ઈયોન મોર્ગન (0*) ક્રીઝ પર છે.   
  • લક્ષ્યનો પીછો કરનાર ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. ઓપનર બેટ્સમેન જેમ્સ વિંસ ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગો થયો છે. તેને જેસન બેહરેનડાર્ફે બોલ્ડ માર્યો છે. હાલ જ્હોની બેયરસ્ટો(3*) અને જો રૂટ(4*) ક્રીઝ પર છે.

પહેલા બેટિંગમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ

  • 10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાના 44 રન. ફિન્ચના 20 અને વોર્નરે 22 રન બનાવ્યા હતા.
  • એરોન ફિન્ચે  61 બોલમાં ફટકારી હાફ સેન્ચુરી

  • 20 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 110 રન. ફિન્ચ 54 રન. વોર્નરના 51 રન
  • 30 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 166 રન, ફિન્ચ 88 રન, ખ્વાજાના 20 રન
  • 23 રન મારીને બેન સ્ટોકે ખ્વાજાને ક્લિન બોલ્ડ કર્યો

  • કેપ્ટન એરોન ફિન્ચ શાનદાર સદી ફટકારીને બીજા જ બોલે કેચ આઉટ થયો

  • 12 રન બનાવીને મેક્સવેલ કેચ આઉટ

  • સ્ટોઈનિસ 8 રન બનાવીને રન આઉટ. સ્ટોઈનિસને બીજો રન લેવો હતો, પણ સ્મિથ ક્રિઝ પર જ ઉભો રહ્યો હતો. અંતે સ્ટોઈનિસ અને સ્મિથ એક જ ક્રિઝ પર ભેગાં થઈ ગયા. અને સ્ટોઈનિસ એકદમ સરળ રીતે રન આઉટ થયો.

  • 38 રન બનાવીને સ્મિથ કેચ આઉટ થયો

જો કે, ઈંગ્લેન્ડ માટે આ કામ સહેલું નહીં હોય. કેમ કે તેને ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝિલેન્ડ અને ભારતનો સામનો કરવો પડશે. જેસન રોય ઈજાગ્રસ્ત થઈને બહાર થતાં કેપ્ટન ઈયોન મોર્ગનની ટીમ માટે તે એક મોટો ઝટકો છે.

તો બીજી તરફ, ઓસ્ટ્રેલિયા પણ આ ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કરી રહી છે. તે છ મેચોમાંથી પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેના ઓપનિંગ બેટ્સમેન દમદાર ફોર્મમાં છે, અને દરેક મેચમાં રન બનાવી રહ્યા છે. 

ટીમઃ

ઈંગ્લેન્ડઃ ઈયોન મોર્ગન, મોઈન અલી, જોફ્રા આર્ચર, જ્હોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કુરેન, લિયામ ડોસન, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જો રૂટ, બેન સ્ટોક્સ, જેમ્સ વિંસ, ક્રિસ વોક્સ, માર્ક વુડ

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, જેસન બેહરેનડાર્ફ, એલેક્સ કૈરી, નાથન કૂલ્ટર નાઈલ, પૈટ કમિંસ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન