Eng vs Aus: David Warner and Finch make new World Record
  • Home
  • Sports
  • Cricket
  • Eng vs Aus: ડેવિડ વોર્નરે વર્લ્ડ કપ 2019માં બનાવ્યો આ રેકોર્ડ

Eng vs Aus: ડેવિડ વોર્નરે વર્લ્ડ કપ 2019માં બનાવ્યો આ રેકોર્ડ

 | 5:39 pm IST

વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર જબરદસ્ત ફોર્મમાં છે. લોર્ડ્સના મેદાન પર યજમાન ટીમ ઈંગ્લેન્ડની સામે વોર્નરે શાનદાર હાફ સેન્ચુરી મારી હતી. વોર્નરે ઈંગ્લેન્ડની સામે 61 બોલમાં 53 રન બનાવ્યા હતા. વોર્નર મોઈન અલીના બોલ પર જો રૂટને કેચ આપી બેસ્યો હતો. પણ આઉટ થયા પહેલાં તેણે એક મોટા કારનામાને અંજામ આપ્યો હતો.

ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં 500 રન બનાવનાર પહેલો ક્રિકેટર બની ગયો છે. વોર્નરે વર્લ્ડ કપની 7 મેચોમાં સૌથી વધારે 500 રન બનાવ્યા છે. અને તેની બેટિંગની સરેરાશ 83.33 છે. વોર્નરે આ વર્લ્ડ કપમાં 2 સેન્ચુરી અને 3 હાફ સેન્ચુરી મારી છે. ડેવિડ વોર્નર હેડન અને પોન્ટિંગ બાદ ત્રીજો ઓસ્ટ્રિલાયઈ ક્રિકેટર છે, કે જેણે વર્લ્ડ કપમાં 500થી વધારે રન બનાવ્યા હોય.

ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે ઈંગ્લેન્ડની સામે પહેલી વિકેટ માટે 123 રનની પાર્ટનરશિપ કરી હતી. વોર્નર આ વર્લ્ડ કપમાં રનોની વણઝાર લગાવી દીધી છે. કેપ્ટન ફિન્ચની સાથે તે ઓસ્ટ્રેલિયાને ધમાકેદાર શરૂઆત આપી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ફિન્ચ અને વોર્નરે મળીને 6 વખત 50થી વધુ રનોની પાર્ટનરશિપ કરી ચૂક્યો છે. જેમાં 3 સેન્ચુરી પણ સામેલ છે. વોર્નર અને ફિન્ચે સચિન અને સેહવાગની જોડીને પણ પાછળ પાડી દીધી છે. સચિન-સેહવાગની જોડીએ 2003ના વર્લ્ડ કપમાં 5 વખત 50થી વધારે રનોની પાર્ટનરશિપ કરી હતી. આ પણ એક નવો વર્લ્ડ રેકોર્ડ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન