Engagement of Isha Ambani in Italy, Villa Decorated in Indian Theme
  • Home
  • Featured
  • Photos: ઇટલીમાં ઈશા અંબાણીની સગાઈ, ઇન્ડિયન વેડિંગ થીમમાં સજાવાયું વિલા

Photos: ઇટલીમાં ઈશા અંબાણીની સગાઈ, ઇન્ડિયન વેડિંગ થીમમાં સજાવાયું વિલા

 | 3:49 pm IST

ઈશા અંબાણી અને આનંદ પીરામલ ઇટલીનાં લેક કોમોમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. સગાઈ સમારોહનાં ઇટલી લૂકનાં વેન્યૂને ઇન્ડિયન વેડિંગ થીમ પર સજાવવામાં આવ્યું છે. વર્ષનાં આ ખાસ સમારોહમાં બોલીવુડથી લઇને હૉલીવુડની જાણીતી હસ્તિઓનું આગમન શરૂ થઈ ગયું છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનનાં બીજા દિવસનો જશ્ન ઇટલીનાં લેક કૉમો જગ્યાએ આવેલા લગ્ઝરી વિલા ઓલ્મોમાં મનાવવામાં આવશે. સગાઈનાં વેન્યૂને પહેલાથી જ જબરદસ્ત લૂકમાં સજાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઇટલીમાં આજે ઇશા-આનંદની ગ્રાન્ડ સગાઇ, અંબાણીના જશ્નને દુનિયા આખી જોતી રહી જશે

બીજા દિવસનાં સેલિબ્રેશનમાં ઇટાલિયન કૂઝીનથી શુશોભિત ગ્રાન્ડ ડિનર પાર્ટીનું આયોજન સામેલ છે. ગેસ્ટ ડિનર સાથે ડાન્સનો આનંદ પણ લેવામાં આવશે. અનિલ કપૂર સગાઈનાં આ વેન્યૂની પ્રશંસા પહેલાથી જ કરી ચુક્યા છે. અંબાણી પરિવારનાં આ સેલિબ્રેશનમાં પહોંચેલા અનિલ કપૂરે પાર્ટી લૂકમાં પોતાના ફૉટો શેર કર્યા હતા.

આ પણ વાંચો: Photos: ઈશા અંબાણીની સગાઈમાં નિક જોનાસ સાથે પહોંચી પ્રિયંકા ચોપરા

આ ગ્રાન્ડ સેલિબ્રેશનની ગેસ્ટ લિસ્ટમાં અનિલ કપૂર, સોનમ કપૂર, જ્હાન્વી કપૂર, ખૂશી કપૂર અને પ્રિયંકા ચોપરા તેમજ નિક જોનાસ પણ સામેલ છે. આ સમારોહની પ્રિયંકાની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેનીય છે કે આ વર્ષે આનંદ પીરામલે ઈશા અંબાણીને મહારાષ્ટ્રનાં મહાબલેશ્વરમમાં પ્રપોઝ કર્યું હતુ.