Engagement Photos Of TV Actress Mohena Kumari and Suyash Rawat
  • Home
  • Photo Gallery
  • Photos: ‘યે રિશ્તા…’ની જાણીતી એક્ટ્રેસે કરી લીધી સગાઈ, બહુ જ જલ્દી કરશે લગ્ન

Photos: ‘યે રિશ્તા…’ની જાણીતી એક્ટ્રેસે કરી લીધી સગાઈ, બહુ જ જલ્દી કરશે લગ્ન

 | 5:37 pm IST

ટીવી શૉ ‘રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ મોહિના કુમારી જલ્દી લગ્નનાં બંધનમાં બંધાશે. ગોવામાં શુક્રવારનાં રોજ તેણે સુયશ રાવત સાથે સગાઈ કરી હતી. તેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે મોહિના ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કીર્તિનું પાત્ર નિભાવી રહી છે. તે નાયરાની ભાભી અને કાર્તિકની બહેનનાં રોલમાં છે. શૉમાં તે હાલમાં જ કોમામાંથી બહાર આવી છે. તેની એક્ટિંગને ઘણી જ પસંદ કરવામાં આવે છે.

પોતાની સગાઈમાં મોહિના ઘણી જ સુંદર લાગી રહી હતી. તેણે ઑફ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો અને પોતાના બનને ફ્લાવરથી સજાવ્યું હતુ. હૈવી જ્વેલરી તેમના લૂકને કમ્પલીટ કરી રહી હતી. તો સુયશ પણ કલર કૉર્ડિનેટેડ આઉટફિટમાં જોવા મળ્યો હતો. સુયશે ઘુંટણીયે બેસીને મોહિનાને રિંગ પહેરાવી હતી. તેની સગાઈમાં પરિવારનાં લોકો અને નજીકનાં સંબંધીઓ સામેલ થયા હતા. સગાઈમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’નાં સ્ટાર ઋષિ દેવ અને મોહસિન ખાન અને શિવાંગી જોશી પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોહિના ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો છે. તે સૌથી પહેલા ‘ડાંસ ઇન્ડિયા ડાંસ-3’માં જોવા મળી હતી. તે એક સારી ડાંસર અને કૉરિયોગ્રાફર છે.