Engineer and His Two Sons died in Swimming Pool in Canada
  • Home
  • Featured
  • કેનેડામાં એન્જિનિયર સહિત બે પુત્રોના મોત, મૃતદેહ ભારત લાવવા વલખાં મારતો પરિવાર

કેનેડામાં એન્જિનિયર સહિત બે પુત્રોના મોત, મૃતદેહ ભારત લાવવા વલખાં મારતો પરિવાર

 | 5:06 pm IST

કાનપુરના કલ્યાણપુર રેહવાસી એન્જિનિયર અને તેમના બે દીકરાઓની કેનેડામાં રવિવારે એક સ્વીમિંગ પૂલમાં ડૂબવાના કારણે મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એન્જિનિયર રામ નિવાસ મિશ્રા(38) છેલ્લા ચાર વર્ષોથી કેનેડામાં નોકરી કરતા હતા. બે વર્ષ પહેલા જ તેઓ તેમના પરિવાર સાથે ત્યાં શિફ્ટ થયા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં રહેતા તેમના સંબંધીઓએ જણાવ્યું કે પૈસાની ખોટના કારણે તેમના મૃતદેહને ભારત પરત લવાયા નથી. ત્રણ મૃત શરીરને કેનેડાથી ભારત લાવવા માટે 50 લાખ રૂપિયાની જરૂર છે. તેમને આરોપ લગાવતા કહ્યું કે આ વિશે વિદેશ મંત્રાલયથી પણ મદદ માંગવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.

રિપોર્ટ મુજબ મૂળ કન્નૌજ જિલ્લાના ભરતપુર રેહવાસી રામ નિવાસ સોફ્ટવેયર એન્જિનિયર હતા. તેઓ તેમની પત્ની અનુપમ મિશ્રા અને તેમના બે દિકરા શ્રેયાંશ(11) અને આરવ(10)ની સાથે કેનેડામાં વેસ્ટ પેગમાં રહેતા હતા. તેમના એક સંબંધીએ જણાવ્યું કે તેઓ રવિવાર સાંજે એપાર્ટમેન્ટના સ્વીમિંગ પૂલમાં નહાવા ગયા હતા. પરંતુ અચાનક તેમનો નાનો દિકરો આરવ પાણીમાં ડૂબવા લાગ્યો. તેનો જીવ બચાવવામાં પહેલા શ્રેયાંશ અને પછી રામ નિવાસ પણ ડૂબી ગયા. સ્થાનીકોએ તેમને સ્વીમિંગ પૂલમાંથી બહાર કાઢી નજીકના હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ત્રણેને મૃત ઘોષિત કરવામાં આવ્યા.

ભાજપા જીલ્લા પ્રમુખ રહી ચૂકેલા રામ ગોપાલ દ્વિવેદીએ કહ્યું કે મૃતદેહોને ભારત પરત લાવવા માટે લગભગ 50 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ રામ વિલાસની પત્ની અનુપમ પાસે આટલા રૂપિયા નથી. જોકે તેમના મિત્રોએ 14 લાખ રૂપિયા જેટલા રૂપિયા એકત્ર કર્યા છે. મૃતદેહને ભારત લાવવા માટે તેમને દૂતાવાસ સાથે પણ સંપર્ક કર્યો. સાથે વિદેશ મંત્રાલય અને પીએમઓને ટ્વિટ પણ કર્યું પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન