સુરતઃ હોળીના તહેવારે પરિવાર પાસે આવેલા એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતઃ હોળીના તહેવારે પરિવાર પાસે આવેલા એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો

સુરતઃ હોળીના તહેવારે પરિવાર પાસે આવેલા એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો

 | 8:57 pm IST

હોળીના તહેવારમાં પત્ની સહિતના પરિવાર પાસે આવેલા એન્જિનિયર યુવાને ગઈકાલે સાંજે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રાજસ્થાનમાં નોકરી કરતા આ યુવાનના સવા વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.

બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર, ગારિયાધારનો વતની નિકુંજ પોપટ ગોરખિયા (ઉં.વ.૨૫) રાજસ્થાન ખાતેના ઝુંઝુર જિલ્લામાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન ગત દિવસોમાં હોળીના પર્વની ઉજવણી માટે સુરતના મોટાવરાછા સ્થિત સંસ્કાર રો હાઉસમાં રહેતા પત્ની સહિતના પરિવારના સભ્યો પાસે આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે સાંજેે કોઈ અકળ કારણસર તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

ગઈકાલે બપોરે તેની પત્ની રૃમમાંથી બહાર જતા નિકુંજ એકલો જ હતો. તે દરમિયાન તેણે રૃમનો દરવાજો અંદરથી બંધ કરી ફાંસો ખાઈ લીધો હતો. તેના રૃમનો દરવાજો ખોલી જોતા પરિવારના સભ્યો નિકુંજને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈ હેબતાઈ ગયા હતા. તેમણે તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. નિકંજનો બીજો એક ભાઈ છે, જે તબીબ છે.

બનાવની તપાસકર્તા અમરોલી પોલીસ મથકના એએસઆઈ નાનુભાઈએ જણાવ્યું હતું કે, નિકુંજના આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી, તેના પરિવારજનો પણ તેનાથી બેખબર છે. જોકે, ઘર કંકાસને લઈ તેણે આપઘાત કર્યો હોય એવી આશંકા લાગી રહી છે. પોલીસ તપાસના અંતે સાચી હકીકત સામે આવી જશે. બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.