Engineer built Air Motorcycle in lucknow, Runs 8 km in 1 rs
  • Home
  • Featured
  • ખુશખબર…પેટ્રોલથી નહીં હવાથી માત્ર રૂ.1માં 8 KM દોડશે આ બાઈક, ફીચર જાણી ચોંકી જશો

ખુશખબર…પેટ્રોલથી નહીં હવાથી માત્ર રૂ.1માં 8 KM દોડશે આ બાઈક, ફીચર જાણી ચોંકી જશો

 | 7:36 pm IST

છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયન માર્કેટમાં ઝડપી ગતિએ દોડતી બાઈકના વેચાણમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. પરંતુ આ ઝડપી બાઈક્સની મજા પેટ્રોલના ખર્ચમાં વધારો કરે છે. જ્યારે હવે પેટ્રોલની પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે ઈન્ડિયન માર્કેટમાં એક એવી બાઈક આવવાની તૈયારીમાં છે જે પેટ્રોલથી નહીં પરંતુ હવાની મદદથી ચાલશે.

જી હાં, સાંભળવામાં તમને વિશ્વાસ નહીં થાય પરંતુ હવાથી ચાલતી આ બાઈકની ટાંકીમાં પેટ્રોલ નહીં પરંતુ હવા ભરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ હવાથી ચાલતી બાઈકની શોધ કરવામાં આવી છે અને તેનો સફળતાપૂર્વક પ્રયોગ પણ કરવામાં આવી ચૂક્યો છે. રિપોર્ટ પ્રમાણે લખનૌના એક વૈજ્ઞાનિકે લગભગ 9 વર્ષ પહેલા એર એન્જિનની શોધ કરી હતી. જે હવે એરો બાઇકના રૂપમાં પરિવર્તિત થયું છે. એરો બાઇકની શોધ કરનાર વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ બાઇકથી પેટ્રોલની બચત તો થશે જ પણ સાથે ગ્લોબલ વાર્મિંગની સમસ્યામાં પણ ઘટાડો થશે.

યુપી રાજકીય નિર્માણ નિગમમાં જનરલ મેનેજર રહી ચૂકેલા ભારત રાજ સિંહે હવાથી એનર્જી તૈયાર કરે એવા એન્જિનની શોધમાં મહત્વની ભૂમિકા ભજવી છે. બીઆર સિંહ હાલ એક એન્જિનિયરિંગ કોલેજમાં એસોસિએટ ડાયરેક્ટર છે. તેમને કહ્યું કે તેમની આ શોધ જ્યારે રસ્તા પર ઉતરશે તો પ્રદૂષણ પર આશરે 50 ટકા સુધીની લગામ લાગી જશે. આ એન્જિનનો ખર્ચ પણ ઘણો ઓછો છે. ઉપરાંત રિપોર્ટ મુજબ આ એરો બાઈક 5 રૂપિયાની હવામાં લગભગ 40 કિમી સુધીની મુસાફરી કરી શકશે. હવાથી ચલાતી હોવા થતા બાઈકની સ્પીડને કોઈ ફરક નહીં પડે. આ બાઇકને 70-80 કિમી/કલાકની ઝડપી સાથે સરળતાથી ચલાવી શકાય છે. બીઆર સિંહે તેમના આ પ્રોજેક્ટને મંજૂરી માટે સરકાર પાસે મોકલ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન