ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો ૧૨ રને વિજય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો ૧૨ રને વિજય

ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો ૧૨ રને વિજય

 | 5:02 am IST

વેલિંગ્ટન, તા. ૧૩

વેલિંગ્ટનમાં યોજાયેલી ટ્રાઇ સિરીઝ અંતર્ગતની ચોથી ટી-૨૦ મેચમાં ન્યૂઝીલેન્ડે રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડને ૧૨ રને પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં કેપ્ટન કેન વિલિયમસનના ૭૨ રન અને ઓપનર ર્માિટન ગપ્તિલના ૬૫ રનની મદદથી ૨૦ ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવી ૧૯૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૨૦ ઓવરના અંતે નવ વિકેટ ગુમાવી ૧૮૪ રન બનાવી શકી હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને ૫૯ રન અને એલેક્સ હેલ્સે ૪૭ રન બનાવ્યા હતા. ડેવિડ વિલીએ ૨૧ રનનું યોગદાન આપ્યું હતું પરંતુ અંતિમ ઓવરોમાં ઊંચા રનરેટને કારણે વિકેટો ગુમાવી દેતાં ૧૨ રનથી પરાજય થયો હતો. ૪૬ બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૭૨ રન બનાવનાર કેન વિલિયમસનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ત્રિકોણીય સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની ત્રણેય મેચ જીતી ફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યારે ઇંગ્લેન્ડનો સતત ત્રીજો પરાજય છે. ન્યૂઝીલેન્ડે બે મેચ પૈકી એકમાં વિજય મેળવ્યો છે જેને કારણે ઇંગ્લેન્ડ પર ફાઇનલમાં પહોંચવાને લઈ મુશ્કેલી વધી ગઈ છે. હવે ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ૧-૧ મેચ રમવાની છે જે પૈકી એક પણ મેચ ન્યૂઝીલેન્ડ જીતે તો ફાઇનલમાં પહોંચી જશે. જો ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હારી જાય તો ઇંગ્લેન્ડ માટે ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.