England and Australian players seeks help from sourav ganguly
  • Home
  • Sports
  • Cricket
  • IPL પહેલા મુશ્કેલીમાં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓ, સૌરવ ગાંગુલી પાસે માંગી મદદ

IPL પહેલા મુશ્કેલીમાં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓ, સૌરવ ગાંગુલી પાસે માંગી મદદ

 | 12:05 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાનારી છે. આ માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલીક બાબતોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ઘણા અધિકારીઓ છેલ્લા એક મહિનાથી અમિરાતમાં પહોંચી ગયા છે અને IPL માટે સખત મહેનત કરી રહ્યા છે. તમામ ફ્રેન્ચાઇઝીની અધિકારીઓ પણ દુબઈમાં જ છે અને તેઓ પણ પોતાની ટીમોને બેસ્ટ સવલત મળે તે માટે પ્રયત્નશીલ છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ભાગ લેનારા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ BCCIને વિનંતી કરી છે કે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા પછી, છ દિવસ કોરન્ટાઇન થવાનો સમયગાળો ત્રણ દિવસ કરીને ઘટાડવો જોઈએ જેથી તે ટૂર્નામેન્ટની શરૂઆતથી જ પસંદગી માટે ઉપલબ્ધ હોય.

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મર્યાદિત ઓવરની વર્તમાન શ્રેણીમાં, બંને દેશોના 21 ખેલાડીઓ છે, જેઓ માન્ચેસ્ટરથી ચાર્ટર્ડ વિમાનમાં 17 સપ્ટેમ્બરના રોજ UAE પહોંચશે. હાલના કોરન્ટાઇન નિયમો હેઠળ તેઓ 23 સપ્ટેમ્બરથી પસંદગી માટે ઉપલબ્ધ રહેશે જ્યારે ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

સૌરવ ગાંગુલીને કરી અપીલ
પ્રખ્યાત બેટ્સમેન અને શાનદાર પ્રદર્શન કરનાર એક ખેલાડી તમામ ખેલાડીઓ તરફથઈ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને વિનંતી કરી છે કે ક્વોરન્ટાઇનનો સમયગાળો થોડો ઓછો કરવો જોઈએ. ગાંગુલી ટૂર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બોર્ડના અન્ય અધિકારીઓ સાથે UAEમાં છે.

BCCI શું નિર્ણય લેશે નક્કી નહી
મળતી માહિતી અનુસાર આ ખેલાડીઓ સાઉથેંમ્પ્ટન અને માન્ચેસ્ટર બંને હિલ્ટન હોટેલમાં રોકાયા હતા, જે સ્ટેડિયમનો એક ભાગ છે. દર પાંચમાં દિવસે તેમની તપાસ કરવામાં આવી રહી છે. અને બ્રિટનથી નીકળતી વખતે પણ ટેસ્ટ કરવામાં આવશે. અહીં પહોંચ્યાના પહેલા અને ત્રીજા દિવસે ટેસ્ટ કરવામાં આવશે.

હાલ જે રીતની સુરક્ષા રાખવામાં આવી રહી છે ખેલાડીઓનું તથ્ય યોગ્ય છે કેમકે તેઓ કોઇના સંપર્કમાં જ આવ્યા નથી. એક બબલથી બીજા બબલમાં પ્રવેશ કરાવવા જેવી વાત છે આથી ખેલાડીઓની અપીલ પર BCCI શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે.

આ વીડિયો જુઓ: સાબરમતી સેન્ટ્રલ જેલનો નવતર પ્રયોગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન