England Captain Controversial T-20 Tactic Codded Message sent from Dressing Room
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ચાલુ મેચે ઈંગ્લેન્ડના કપ્તાને ડ્રેસિંગ રૂમમાં કરેલી હરકતથી ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ

ચાલુ મેચે ઈંગ્લેન્ડના કપ્તાને ડ્રેસિંગ રૂમમાં કરેલી હરકતથી ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ

 | 1:53 pm IST
  • Share

ઈંગ્લેન્ડ (England) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે T-20 મેચની અંતિમ મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે 9 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. પરંતુ કેપ ટાઉન (Cape Town) માં રમાયેલી છેલ્લી મેચને લઈને અનેક સવાલ ઉઠવા લાગ્યા છે. ખુદ ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કપ્તાન માઈકલ વોને (Michael Vaughan) પણ આ ઘટનાની ટીકા કરી છે.

ઈંગ્લેન્ડની ટીમ પર આરોપ લાગી રહ્યાં છે કે, મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમ (Dressing Room)માંથી જ કપ્તાન ઈયાન મોર્ગ (Eoin Morgan) ને કોડવર્ડમાં મેસેજ મોકલાવ્યા હતાં. આ બાબતને માઈકલ વોને નિયમો વિરૂદ્ધ ગણાવી તેને ગંભીર ગણાવી હતી.

શું છે આખી ઘટના?

આ ઘટના દક્ષિણ આફ્રિકાની ઈનિંગ દરમિયાન 19મી ઓવરમાં ઘટી હતી. ઈંગ્લેન્ડની ટીમના એનાલિસ્ટ નાથન લેમન ડ્રેસિંગ રૂમમાં હતાં. આ દરમિયાન તેઓ મોર્ગન તરફ એક કાર્ડ દેખાડતા જોવા મળ્યાં હતાં. મોટા ફ્લિપબોર્ડ પર 4E અને 2C લખ્યું હતું. જોકે મેચ બાદ વિકેટકીપર જોસ બટલરે કહ્યું હતું કે, આનાથી તેમની ટીમને કોઈ ખાસ મદદ નથી મળી રહી. મોર્ગને કહ્યું હતું કે, મોર્ગન અને નાથન સાથે મળીને રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. આ એક પ્રાયોગીક બાબત છે. ઑયન દુનિયાના એક શાનદાર કપ્તાન છે.

માઈકલ વોન થયા ભારોભાર નારાજ

મેચ દરમિયાન આ ઘટનાને લઈને માઈકલ વોને ટ્વિટ કરી ભારે ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, જો હું ઈંગ્લેન્ડની ટીમનો કપ્તાન હોત તો આ પ્રકારનું વર્તન ના કરત. મને નવા પ્રયોગો ગમે છે. હું હંમેશા નવા આઈડિયાને પ્રોત્સાહન આપુ છું. પરંતુ મને નથી લાગતુ કે એનાલિસ્ટ તમને મેદાનની બહારથી સલાહ આપે જે તમે જાણતા જ ના હોય.

ECBએ કરી સ્પષ્ટતા

આ ઘટનાને લઈને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે પણ સ્પષ્ટિકરણ કર્યું છે. ECBએ કહ્યું હતું કે, કપ્તાનને ડ્રેસિંગ રૂમમાં કેટલીક જાણકારી આપી હતી. હવે એ કપ્તાન ઉપર છે કે તે તેને સ્વિકારે કે નજરઅંદાજ કરે.

જાહેર છે કે, આ મેચમાં ઈંગ્લેન્ડે 9 વિકેટે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે 192 રનનો લક્ષ્યાંક 14 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન