England Captain Eoin Morgan says we had both Allah and Irish luck
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ જીત્યા બાદ ઇંગ્લિશ કેપ્ટન બોલ્યો, ‘અલ્લાહ પણ અમારી સાથે હતા’

વર્લ્ડ કપ જીત્યા બાદ ઇંગ્લિશ કેપ્ટન બોલ્યો, ‘અલ્લાહ પણ અમારી સાથે હતા’

 | 12:38 pm IST

રવિવારે વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. બન્ને ટીમે અંત સુધી હાર ના માની અને એક રોમાંચક મેચ જોવા મળી. છેલ્લી બોલ સુધી મેચનું પરિણામ સ્પષ્ટ નહોતું. 50 ઓવરની મેચ ટાઈ થતા સુપર ઓવર કરવામાં આવી. પરંતુ સુપર ઓવર પણ ટાઈ રહી. જોકે ટીમ ઇંગ્લેન્ડની કિસ્મત સારી રહેતા આઈસીસીના નિયમ મુજબ વિજેતા જાહેર કરવામાં આવી અને લોર્ડસના મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની.

ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને વર્લ્ડ કપ જીત્યા બાદ કહ્યું કે,‘તેની ટીમની આ અવિશ્વસનીય જીત થઈ છે. આ જીત આવનારી ક્રિકેટની નવી પેઢીને પ્રેરિત કરશે.’ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ મેચ ટાઈ રહી. 50 ઓવરની અને સુપર ઓવરની મેચ બન્ને ટાઈ રહેતા બાઉંન્ડ્રીના આધારે નિર્ણય લેવામાં આવ્યો. મોર્ગને કહ્યું કે,‘મને આશા છે કે આ જીતથી ઇંગ્લેન્ડમાં આવનારી પેઢી પ્રોત્સાહિત થશે. 2015માં ટીમ પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ હતી જ્યારે 2019 વર્લ્ડ ચેમ્પિયન બની છે.’

ડબલિનમાં જન્મેલ મોર્ગને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેનું ‘આયરિશ લક’ કામે આવ્યું તે તેને હસતા કહ્યું કે,‘અલ્લાહ પણ અમારી સાથે હતા. મે આદિલ(ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર આદિલ રાશિદ)થી વાત કરી તો તેને મને કહ્યું હતું કે અલ્લાહ પણ આપણી સાથે છે.’ મોર્ગને કહ્યું કે,‘અમારી ટીમના ખેલાડીઓ અલગ-અલગ પૃષ્ઠભૂમિ અને સંસ્કૃતિથી આવે છે. કેટલાક ખેલાડીઓ બીજા દેશોમાં મોટા થયા છે. આ અમારી ટીમ વિશે દર્શાવે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન