ઇંગ્લેન્ડનો કેપ્ટન આઉટ થતા જ પિચ પર આવીને વિરાટ કોહલીએ કરી ઉજવણી Video – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ઇંગ્લેન્ડનો કેપ્ટન આઉટ થતા જ પિચ પર આવીને વિરાટ કોહલીએ કરી ઉજવણી Video

ઇંગ્લેન્ડનો કેપ્ટન આઉટ થતા જ પિચ પર આવીને વિરાટ કોહલીએ કરી ઉજવણી Video

 | 7:49 pm IST
  • Share

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. જ્યાં ઇંગ્લેન્ડની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય સ્પિનરો સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા. જૈક ક્રાઉલી સિવાય કોઇ બેટ્સમેન ચાલ્યો નહીં. દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની વિકેટ મળતા જ વિરાટ કોહલીએ શાનદાર રીતે તેની ઉજવણી કરી હતી. . જો રૂટ રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. તેના પછી વિરાટ કોહલીએ પિચ પર જ ઉજવણી શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયામાં આ ક્ષણનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઇંગ્લેન્ડ 21 ઓવરમાં 2 વિકેટના નુક્સાને 74 રન બનાવી ચૂક્યુ હતું. ક્રીઝ પર જો રૂટ અને જૈક ક્રાઉલી હતા અને અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. તેણે સ્પિન બોલ નાંખ્યો, જેના પર રૂટે ડિફેન્ડ કરવાની કોશિશ કરી, પરંતુ બોલ સીધો પેડ પર લાગ્યો હતો. અપીલ કરતાની સાથે જ અમ્પાયરે પણ આઉટ આપી દીધો હતો અને પછી કેપ્ટન વિરાટ કોહલી ગુસ્સામાં નજર આવ્યો અને શાનદાર અંદાજમાં ઉજવણી કરવા લાગ્યો.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ડે-નાઇટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડની આખી ટીમમાત્ર 112 રનમાં સમેટાઇ ગઇ હતી. આમ ઇન્ડિયાના સ્પિનરોએ ઇંગ્લેન્ડની આખી ટીમને માત્ર પોણા ચાર કલાકમાં જ પેવેલિયન ભેગી કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન