લગ્ન માટે પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની ક્રિકેટરને કોહલીએ આપી આ ગિફ્ટ… - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • લગ્ન માટે પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની ક્રિકેટરને કોહલીએ આપી આ ગિફ્ટ…

લગ્ન માટે પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની ક્રિકેટરને કોહલીએ આપી આ ગિફ્ટ…

 | 5:45 pm IST

ઇંગ્લેન્ડની 26 વર્ષીય મહિલા ક્રિકેટર ડેનિયલ વેટ આ મહિનાના અંતમાં ટી-20 ત્રિકોણીય સિરીઝ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે ત્યારે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ગિફ્ટમાં અપાયેલા બેટનો ઉપયોગ કરશે. વિરાટ કોહલીએ ડેનિયલ વેટને આ બેટ 2014માં ઇંગ્લેન્ડપ્રવાસ દરમિયાન આપ્યું હતું.

ભારતીય ટીમ 2014માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે કોહલી અને ડેનિયલ વચ્ચે ડર્બીમાં મુલાકાત થઈ હતી. તે વર્ષે જ કોહલીએ સાઉથ આફ્રિકામાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 72 રન બનાવ્યા હતા.

આ ઇનિંગને જોઈ ડેનિયલે ટ્વિટર પર વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ડેનિયલે કહ્યું કે, દસ મિનિટ બાદ મેં મારો ફોન જોયો તો તેમાં 1,000થી વધુ રિટ્વિટ થઈ ચૂક્યા હતા. ભારતીય ચેનલોમાં પણ આ બાબત છવાઈ ગઈ હતી.

તેઓ મારા પિતાને ઇમેલ પણ કરી રહ્યા હતા. ડેનિયલે કહ્યું જ્યારે અમે મળ્યા ત્યારે કોહલીએ મને કહ્યું, ટ્વિટર પર તમે આ રીતે લગ્નનો પ્રસ્તાવ ન મૂકી શકો. આ બધી બાબતોને અહીં બધા ઘણી ગંભીરતાથી લે છે. તે પછી મેં કહ્યું ઓકે, સોરી.

કોહલીને જ્યારે લાગ્યું કે, ડેનિયલ તેની ઘણી મોટી પ્રશંસક છે તો તેણે પોતાનું એક બેટ ભેટમાં આપ્યું હતું. ડેનિયલ આ બેટથી ઘણી ખુશ છે અને પ્રથમ વાર આ બેટનો ઉપયોગ કરવા તૈયાર છે. ગત વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 મેચમાં 56 બોલમાં સદી ફટકારી હતી.

ડેનિયલે કહ્યું કે, જે બેટ દ્વારા મેં સદી ફટકારી હતી તે ઘણા સમય પહેલાં તૂટી ગયું હતું. હવે હું આ સિરીઝમાં વિરાટ દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલા બેટનો ઉપયોગ કરીશ. ડેનિયલ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સદી ફટકારનાર ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા ક્રિકેટર પણ છે.