England first country to require new homes to include EV chargers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઇંગ્લેન્ડ દરેક નવી ઇમારતમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જર રાખવા કાયદો ધરાવતો પ્રથમ દેશ બનશે

ઇંગ્લેન્ડ દરેક નવી ઇમારતમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જર રાખવા કાયદો ધરાવતો પ્રથમ દેશ બનશે

 | 8:00 am IST
  • Share

બ્રિટિશ સરકાર ચાલુ વર્ષે એક નવો કાયદો પસાર કરાવવા માગે છે જેમાં દરેક નવી રહેણાંક અને ઓફિસ ઈમારતને મંજરી મેળવવા માટે સ્માર્ટ ઈલેક્ટ્રિક વાહન ચાર્જર લગાવવું ફરજિયાત હશે. કાયદાની જોગવાઈ અનુસાર નવી બનનાર દરેક ઈમારતમાં વાહન જ્યારે પાર્ક થયેલું હોય તો આપોઆપ ચાર્જ થતું રહે એવા સ્માર્ટ ચાર્જર લગાવવા અનિવાર્ય બનશે. જે ઘરોમાં પોતાનું ર્પાિંકગ ન હોય તેમને વાહન ચાર્જ કરવામાં અગવડ ન પડે તે માટે ઓફિસની નવી ઈમારતમાં દર પાંચ ર્પાિંકગ વચ્ચે એક ચાર્જર પોઈન્ટ મૂકવો ફરજિયાત બનશે. આ કાયદો પસાર થઈ જાય તો ઈંગ્લેન્ડ આ પ્રકારનો કાયદો ધરાવતો વિશ્વનો સૌપ્રથમ દેશ બની જશે.  

ઈલેક્ટ્રિક વાહન ચાર્જર કાયદો લાવવાનો સરકારનો હેતુ ઈંગ્લેન્ડના નાગરિકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાની પ્રેરણા આપવાનો છે. અત્યારે સ્થિતિ એવી છે કે ર્ચાિંજગની વ્યવસ્થા આખા દેશમાં ઘેર ઘેર ન હોવાથી લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદતાં અચકાય છે. વાહનનું ર્ચાિંજગ પૂરું થઈ જાય અને ચાર્જરની સગવડ ન મળે તો વાહનધારક ફસાઈ જાય!  

ઈંગ્લેન્ડની સરકાર ૨૦૩૦માં પેટ્રોલ, ગેસ અને ડીઝલ જેવા ફોસિલ બળતણોથી ચાલતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા માગે છે. પેટ્રોલ-ડીઝલના વાહનો સદંતર બંધ થઈ જાય એ પહેલાં આખા ઈંગ્લેન્ડમાં ઘેર ઘેર ઈલેક્ટ્રિક વાહન ચાર્જર મુકાઈ જાય તેવો સરકારનો પ્રયાસ છે. જો દરેક ઘેર ચાર્જર હોય તો નાગરિકો પોતાના પેટ્રોલ-ડીઝલના વાહનો છોડી દેવા અને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પ્રેરાય એવી સરકારની ગણતરી છે. જ્યાં આગવું ર્પાિંકગ હોય તેવા જૂના ઘરોમાં પણ ઇલેક્ટ્રિક વાહન ચાર્જર લાગી જાય એ માટે સરકાર પ્રયાસો કરવા માગે છે.  

ચાલુ વર્ષે આ ખરડો ઈંગ્લેન્ડની સંસદમાં મુકાશે અને તે પસાર થઈ જતાં આવતા વર્ષથી ઈલેક્ટ્રિક વાહન ચાર્જર ફરજિયાત બનાવતા કાયદાનો અમલ ચાલુ થવાની ઈંગ્લેન્ડની સરકારની ધારણા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન