Virat Kohli's Team Will Take On to Englad to Win the One Day Series
  • Home
  • Sports
  • Cricket
  • INDvsENG: ઇંગ્લેન્ડે ભારતને આપ્યો 323 રનનો પડકાર, કુલદીપે ઝડપી 3 વિકેટ

INDvsENG: ઇંગ્લેન્ડે ભારતને આપ્યો 323 રનનો પડકાર, કુલદીપે ઝડપી 3 વિકેટ

 | 12:02 pm IST

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડ તરફથી જેસન રૉય અને જોની બેયરસ્ટો ઇનિંગની શરૂઆત કરી હતી. જોની બેયરસ્ટો 31 બૉલમાં 38 રન ફટકાર્યા હતા અને તે કુલદીપ યાદવની બોલિંગમાં બૉલ્ડ થયો હતો.  ત્યારબાદ કુલદીપ યાદવે જેસન રોયને પણ 40 રને પેવેલિયન મોકલ્યો હતો. જો કે ત્યારબાદ જોઇ રૂટ અને કેપ્ટન ઇયોન મોર્ગને પોત-પોતાની અડધી સધી પુરી કરી હતી.

ઇયોન મોર્ગન 51 બોલમાં 53 રન બનાવી કુલદીપ યાદવની બોલિંગમાં આઉટ થયો હતો. મોર્ગનનાં આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો બેન સ્ટોક્સ ફક્ત 5 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ તેને આઉટ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી જોરદાર ફૉર્મમાં ચાલી રહેલો જોસ બટલર આ મેચમાં કમાલ કરી શક્યો નથી. તે ઉમેશ યાદવની બોલિંગમાં ફક્ત 4 રન બનાવી ઘોનીનાં હાથે કેચ આઉટ થયો હતો.

જો કે એક સમયે ઇંગ્લેન્ડ સામાન્ય સ્કોર કરશે તેમ લાગતુ હતુ પરંતુ જોઇ રૂટે છેક સુધી ઉભા રહેતા ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 322 રને પહોંચાડ્યો હતો. નીચલા ક્રમે બેટિંગમાં આવેલા ડેવિડ વિલેએ ધમાકેદાર બેટિંગ કરતા 31 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 50 રન બનાવ્યા હતા. ધોનીએ તેને રન આઉટ કર્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે 3, ચહલ, પંડ્યા અને ઉમેશ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 મેચોની વનડે સીરીઝમાં યજમાન ઇંગ્લેન્ડ સામે પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતની નજર શનિવારે બીજી વનડે મેચ જીતીને શ્રેણી જીતવા પર હશે. બંને ટીમો લોર્ડ્સ મેદાન પર એક-બીજા સામે ટકરાશે. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ મેચમાં કુલદીપ યાદવ, રોહિત શર્મા અને કપ્તાન કોહલી સામે પરાસ્ત થયું હતુ.
આ મેચમાં કુલદીપ યાદવે 6 વિકેટ ઝડપી હતી અને ઇંગ્લેન્ડને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતુ. રોહિત શર્માએ આ મેચમાં અણનમ 137 રન બનાવ્યા હતા અને કોહલીએ 75 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.

કુલદીપ યાદવ સિવાય યુઝવેન્દ્ર ચહલ પણ ઇંગ્લેન્ડ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રથમ મેચમાં ભારતનાં ઝડપી બોલર પ્રભાવી રહ્યા નહતા. ઉમેશ યાદવે છેલ્લી ઓવર્સમાં 2 વિકેટ ઝડપી હતી. તો વનડેમાં પદાર્પણ કરનાર સિદ્ધાર્થ કૌલ મોંઘો સાબિત થયો હતો.

ટીમ

ભારત: વિરાટ કોહલી(કપ્તાન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, સિદ્ધાર્થ કૌલ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર અને ભુવનેશ્વર કુમાર.

ઇંગ્લેન્ડ: ઇયોન મોર્ગન(કપ્તાન), જેસન રૉય, જૉની બેયર્સટો, જોસ બટલર(વિકેટકીપર), મોઇન અલી, જોએ રૂટ, જૈક બૉલ, ટૉમ કુરૈન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લંકેટ, બેન સ્ટોક્સ, આદિલ રાશિદ, ડેવિડ વિલે, માર્ક વુડ.