England icc-releases-promotional-video-song-for-world-cup-featuring-andrew-flintoff
  • Home
  • Sports
  • Cricket
  • ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપનું સોન્ગ થયું રિલીઝ, મિનિટોમાં લાખો વખત થયું શેર, જુઓ વીડિયો

ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપનું સોન્ગ થયું રિલીઝ, મિનિટોમાં લાખો વખત થયું શેર, જુઓ વીડિયો

 | 4:56 pm IST

ઈંગ્લેન્ડ આગામી વર્ષ-2019માં ICC ક્રિકેટ વર્લ્ડકપની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક પ્રમોશનલ વીડિયો રજૂ કર્યો છે જેમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિન્ટૉફ ડાન્સર્સના એક ગ્રુપને લીડ કરી ‘ઑન ધ ટોપ ઑફ ધ વર્લ્ડ’ ગાતા જોવા મળી રહ્યો છે. ICC ક્રિકેટ વર્લ્ડકપના આ વીડિયોને બુધવારે શેર કરવામાં આવ્યો અને ગતણરીના કલાકોમાં જ તે આશરે 4 લાખ વખત જોવાઈ ચૂક્યો છે.

આ વીડિયોમાં ફ્લિન્ટોફ ઉપરાંત રેડિયો1, ડીજે ગ્રેગ જેમ્સ, ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્ઝ, ફિલ તુફનેલ, શ્રીલંકાનો મહાન બેટ્સમેન કુમાર સંગાકારા પણ દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે, આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં 30 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન વર્લ્ડકપ રમાશે જેમાં 10 ટીમો ભાગ લેશે.

The Cricket World Cup carnival is coming!

The ICC Cricket World Cup carnival is coming to England & Wales, and Freddie Flintoff is on top of the world! 🎉 SOUND ON! 🔊➡️ https://tickets.cricketworldcup.com/

Posted by ICC Cricket World Cup on Monday, August 6, 2018

વીડિયોની શરૂઆતમાં ફ્લિન્ટોફ ન્યૂઝપેપર વાંચતો દેખાય છે, જેમાં લખેલું છે કે, ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાનો છે. ત્યારબાદ ફ્લિન્ટૉફ ઊભો થાય છે અને મસ્તીમાં ગાતો-ગાતો આગળ વધે છે. ધીમે-ધીમે તેની સાથે લોકોનો કાફલો જોડાઈ જાય છે. ફેન્સના હાથમાં વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશોના ઝંડા છે. આ કાફલો ઈંગ્લેન્ડની ગલીઓમાંથી પસા થાય છે અને તેમાં ઘણી હસ્તીઓ શામેલ થાય છે.