England Player says One Day He Will also Play like Virat Kohli
  • Home
  • Sports
  • Cricket
  • ઈંગ્લેન્ડનો આ ખેલાડી થયો વિરાટનો ફેન, કરી એવી પ્રતિજ્ઞા કે…

ઈંગ્લેન્ડનો આ ખેલાડી થયો વિરાટનો ફેન, કરી એવી પ્રતિજ્ઞા કે…

 | 5:46 pm IST

ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે. આ સમયે તેઓ દરેક મેચમાં સદી ફટકારવાની કોશિશ કરે છે. દુનિયાભરમાં લગભગ દરેક ખેલાડી કોહલીની બેટિંગના વખાણ કરે છે. જ્યારે મોટા ભાગે ક્રિકેટ ખેલાડીઓ કોહલીની જેમ બેટિંગ કરવાની ઇચ્છા ધરાવે છે અને મેદાન પર પ્રયાસ પણ કરે છે.

જોકે હવે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરે કોહલીના પ્રદર્શનના વખાણ કર્યા છે. બટલરે કહ્યું કે વિરાટ હાલના સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેને કહ્યું કે એક દિવસ તેઓ પણ વિરાટના લેવલે પહોંચવા માંગે છે. ઉલ્લેખનીય છે વન ડેમાં અત્યાર સુધી કોહલીના નામે 41 સદી છે જ્યારે ટેસ્ટમાં 25 સદી છે. આ સાથે કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 66 સદી ફટકારી છે. હાલ કોહલી માત્ર ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરથી પાછળ છે.

બટલરે કહ્યું કે,‘કોહલીની બેટિંગ શાનદાર છે અને મારી ક્ષમતા પર મને વિશ્વાસ છે કે એક દિવસ હું પણ જરૂરથી કોહલીના સ્તરે પહોંચી જઈશ.’ તેને કહ્યું કે હું વિરાટની જેમ માઇન્ડ સેટ કરવા માંગું છું જે લગભગ બધી જ મેચોમાં સદી ફટકારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન