England to cancel series after New Zealand, 48-hour 'ultimatum' to Pakistan
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનને 48 કલાકનું ‘અલ્ટીમેટમ’, ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ પણ આપશે મોટો ઝાટકો

પાકિસ્તાનને 48 કલાકનું ‘અલ્ટીમેટમ’, ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ પણ આપશે મોટો ઝાટકો

 | 12:06 pm IST
  • Share

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. શુક્રવારે ન્યૂઝીલેન્ડની ટીમે અચાનક મેચ શરૂ થાય તે પહેલા જ આખો પ્રવાસ રદ્દ કરી નાંખ્યો હતો. ત્યારે હવે વધુ એક વખત પાકિસ્તાનમાં ક્રિકેટનું ભવિષ્ય અંધકારમાં દેખાય રહ્યું છે. ભારતની આગેવાનીમાં સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં યોજાનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપ-2021થી ઠીક પહેલા ઇંગ્લેન્ડને બે ટી-20 મેચ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો. પરંતુ હવે આ પ્રવાસ રદ્દ થતો નજર આવી રહ્યો છે.

48 કલાકની અંદર લેવાશે નિર્ણય

આ વિશે ઇસીબી એ પોતાના નિવેદનમાં કહ્યું- અમે સ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે અમારી સુરક્ષા ટીમની સાથે સંપર્ક કરી રહ્યા છે જે પાકિસ્તાનમાં છે. ઇસીબી બોર્ડ આગામી 24-48 કલાકમાં નક્કી કરશે કે અમારો નિયોજીત પ્રવાસ આગળ વધશે કે નહીં. માનવામાં આવી રહ્યું છે કે, ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ આજે જ આ અંગે નિર્ણય લઇ લેશે.

વર્લ્ડ કપની તૈયારી માટે હતી સિરીઝ

ઇંગ્લેન્ડ અન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પ્રવાસને લઇ ખેલાડીઓ માટે ફરમાન જાહેર કર્યું છે કે ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ તમામ ખેલાડીઓએ પાકિસ્તાન જવું પડશે. બંન્ને બોર્ડ આ પ્રવાસને વર્લ્ડ કપની તૈયારી તરકે જોઇ રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે સિરીઝ થતા ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફમાં મોટા ઇંગ્લિશ ક્રિકેટર ભાગ નહીં લઇ શકે, કારણ કે સિરીઝ અને આઇપીએલ-2021ના પ્લેઓફનું શિડ્યુલ સમાન છે.

આ પ્રવાસ માટે ઇંગ્લિશ ટીમને 9 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટી-20 સિરીઝની બે મેચ 14 અને 15 ઓક્ટોબરે રમાવાની છે. બીજી તરફ આઇપીએલ 2021ની પ્લેઓફ 10 ઓક્ટોબરે રમાવાની છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે સિરીઝની પ્રથમ મેચ શરૂ થતા પહેલા જ શુક્રવારે સુરક્ષા કારણોનો હવાલો આપતા પાકિસ્તાનમાં પોતાનો વર્તમાન પ્રવાસ રદ્દ કરી દીધો. આ ગત 18 વર્ષમાં ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાનમાં પ્રથમ પ્રવાસ હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો