england vs world cup victory grandma reaction video is going viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ઈંગ્લેન્ડની જીતનો સૌથી વધારે હરખ આ દાદીને થયો! VIDEO જોઈ મજા આવશે

ઈંગ્લેન્ડની જીતનો સૌથી વધારે હરખ આ દાદીને થયો! VIDEO જોઈ મજા આવશે

 | 11:23 am IST

ઈંગ્લેન્ડે પહેલી વખત આઈસીસી વર્લ્ડ કપ જીત્યો છે. સોશિયલ મીડિયા પર ઈંગ્લિશ ફેન્સ જોરદાર જશ્ન મનાવી રહ્યાં છે. જેમાંથી એક દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે જીતનો જશ્ન મનાવી રહ્યાં છે. જેવી જ મેચમાં ઈંગ્લેન્ડની જીત થાય કે તરત દાદી એવું રિએક્શન આપે કે જે જોવા જેવું હતું.

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે રવિવારના રોજ ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં કરિશ્મા કરતાં પહેલી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ક્રિકેટની દુનિયામાં ઇંગ્લેન્ડ છઠ્ઠો નવો વર્લ્ડ ચેમ્પિયન છે. આની પહેલાં માત્ર પાંચ જ ટીમોએ વર્લ્ડ કપ જીત્યો હતો. ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત 1975માં થઇ. આની પહેલાં માત્ર વેસ્ટઇન્ડીઝ, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન