England woman dupes police SI of Rs 3 lakh
  • Home
  • World
  • વિદેશી મહિલાએ ફેસબુક પર પોલીસ કર્મચારી સાથે પહેલાં તો દોસ્તી કરી અને પછી…

વિદેશી મહિલાએ ફેસબુક પર પોલીસ કર્મચારી સાથે પહેલાં તો દોસ્તી કરી અને પછી…

 | 10:55 pm IST

મહિલાથી દોસ્તીને નામે સામાન્ય લોકો જ નહીં, પણ પોલીસવાળા પણ એના શિકાર થઈ રહ્યા છે. એક તાજા મામલામાં પોલીસ કમિશનર ઓફિસમાં તહેનાત એક એએસઆઇથી ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વિદેશી મહિલાએ ફેસબુક પર પોલીસ કર્મચારીથી પહેલાં તો દોસ્તી કરી અને પછી છેતરપિંડી કરીને અલગ-અલગ બેન્ક ખાતાંઓમાં ત્રણ લાખ જમા કરાવી લીધા. મહિલાનો ફોન બંધ આવતાં છેતરપિંડીનો અહેસાસ થતાં એસએઆઇએ કેસ નોંધાવ્યો હતો.

એનઆઇટી સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ પોલીસ કમિશનરની ઓફિસની એકાઉન્ટ બ્રાન્ચમાં નિયુક્ત થયેલા એએસઆઇ અમિત કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના જાન્યુઆરીમાં તેમની મિત્રતા ફેસબુકના માધ્યમથી લંડનમાં રહેતી શૈલી બ્રાઉન નામની મહિલા સાથે થઈ હતી. તે તેની સાથે સતત મેસેન્જર પર ચેટિંગ કરતી હતી.

અલગ-અલગ ખાતાંઓમાં ત્રણ લાખ રૂપિયા જમા કરાવાયા

21 ફેબ્રુઆરીએ તેણે વોટ્સએપ નંબર લીધો અને એની સાથે વાત કરવા લાગી. 23 ફેબ્રુઆરીએ શૈલીએ 25 ફેબ્રુઆરીએ એર ટિકિટ મોકલીને ભારત આવવાની માહિતી આપી. તેણે જણાવ્યું હતું કે તે 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે મુંબઈ એરપોર્ટ પહોંચશે. 26 ફેબ્રુઆરીએ પ્રિયા ચંગોલી નામની મહિલાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે શૈલી ભારત આવી ચૂકી છે, પણ તેની પાસે દોઢ લાખ પાઉન્ડ છે, જેથી એને કન્વર્ટ કરવા માટે કેટલાક રૂપિયા મોકલવા કહ્યું હતું. જો રૂપિયા નહીં મોકલાય તો શૈલી પરત ફરવાની ટિકિટ નહીં કરાવી શકે. તેની વાતોમાં આવીને તેણે 35,000 રૂપિયા જમા કરાવ્યા. આવી તેણે છેતરપિંડી કરીને તેની પાસેથી અલગ-અલગ ખાતાંઓમાં ત્રણ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. એએસઆઇએ શંકા જતાં મળવાની વાત કરતાં તેમણે બધા મોબાઇલ ફોન બંધ કરી દીધા. આ ફરિયાદ મળતાં પોલીસના સાયબર સેલે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન