England women cricketer sarah taylor shared Naked photo in Social Media
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડની આ મહિલા ખેલાડી સ્ટમ્પની પાછળ થઇ ગઇ નગ્ન, ફોટો આખી દુનિયામાં વાયરલ

ઇંગ્લેન્ડની આ મહિલા ખેલાડી સ્ટમ્પની પાછળ થઇ ગઇ નગ્ન, ફોટો આખી દુનિયામાં વાયરલ

 | 2:27 pm IST

ઇંગ્લેન્ડની મહિલા વિકેટકીપર અને બેટ્સમેન સારા ટેલરની ક્રિકેટ જગતમાં શ્રેષ્ઠ ખેલાડીમાં સામેલ છે. તે મેદાનની અંદર ઘણા રેકોર્ડ બનાવી ચૂકી છે અને ખાસ કરીને વિકેટની પાછળ તેની સ્ફુર્તિએ સારા-સારા બેટ્સમેનોને હેરાન કરી દીધા છે. પરંતુ તાજાતરમા સારા ટેલર જે વાતને લઇ ચર્ચામાં છે, તે મેદાનમાં બનાવેલ તેનો રેકોર્ડ નથી, પરંતુ મેદાનની બહાર અનોખા અભિયાન સાથે તેનું જોડાવવું છે.

ખરેખર સારા ટેલર તાજાતરમાં દુનિયાભરમાં ચાલી રહેલ મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલ એક અભિયાનનો ભાગ બની છે. જોકે, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીર શેર કરતા લખ્યુ કે, આવું કરવામાં મને અસહજ લાગતું હતું પરંતુ તેમ છતાય આ અભિયાન સાથે જોડાઇને ગર્વની અનુભૂતિ થઇ રહી છે.

આ અભિયાનનો ભાગ બનતા દરમિયાન તે એવો પણ સંદેશ પાઠવી રહી છે કે, છોકરીએ પોતાના શરીર પર ગર્વ કરવો જોઇએ. સારાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, જે લોકો પણ મને જાણે છે, તેમને ખબર છે કે આ મારૂ કમ્ફર્ટ ઝોન નથી, પરંતુ ગર્વની અનુભૂતિ કરી કરી રહી છું કે womenshealthukની પહેલ સાથે જોડાવવાની તક મને મળી. મને મારા શરીરથી હંમેશા કેટલીક સમસ્યાઓ રહી અને આ અભિયાનનો ભાગ બનવામાં મને તેમાથી કેટલીકનું નિરાકરણ પણ કરવું પડ્યું. આ ખુબ જ જાગરૂત કરનારો અનુભવ રહ્યો. દરેક છોકરી સુંદર દેખાય છે. યાદ રાખો, દરેક મહિલા સુંદર છે.

વન-ડેમાં 7 સદી, 4056 રન

સારા ટેલર (Sarah Taylor)એ અત્યાર સુધીમાં કુલ 10 ટેસ્ટ રમી છે. જેમાથી તેણે 18.75ની સરેરાશથી 300 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સસ્કોર 40 રન છે. ત્યાં જ સ126 વન-ડેમાં તેણે 38.26 ની સારી સરેરાશથી 4056 રન બનાવ્યા છે. જેમાં સાત સદી અને 20 હાફ સેંચુરી પણ સામેલ છે. તેનો સર્વાધિક સ્કોર 147 રન છે. ટી-20 ક્રિકેટમાં સારા ટેલરએ 90 મેચ રમી છે. જેમા 29.02ની સરેરાશથી 2177 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 77 રન છે. તેના નામે આ ફોર્મેટમાં 16 હાફ સેંચુરી નોંધાયેલ છે.

આ પણ જુઓ: પાકિસ્તાનનું F-16 તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદનને વીરચક્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન